Ahmedabad

અમદાવાદ: જુહાપુરામાંથી MD ડ્રગ્સ સાથે જામનગરનો રિક્ષાચાલક ઝડપાયો, રૂ 25 હજારના કમિશન માટે કરતો હતો હેરાફેરી

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ LCB ઝોન-7 ટીમે જુહાપુરામાંથી મૂળ જામનગરના રિક્ષાચાલક કાદર મોબરને 10 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે ઝડપ્યો છે. પોલીસે 339 ગ્રામ MD ડ્રગ્સ, કાર, 2 મોબાઈલ અને રોકડ સહિત કુલ 15.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજસ્થાનના મુખ્ય સપ્લાયર અને દ્વારકાના શખ્સનું નામ ખુલતા વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: જુહાપુરામાંથી MD ડ્રગ્સ સાથે જામનગરનો રિક્ષાચાલક ઝડપાયો, રૂ 25 હજારના કમિશન માટે કરતો હતો હેરાફેરી

Ahmedabad Crime Mews: અમદાવાદ શહેર LCB ઝોન-7ની ટીમે બાતમીના આધારે જુહાપુરા વિસ્તારમાં વોચ ગોઠવીને મૂળ જામનગરના એક રિક્ષાચાલકને 10 લાખ રૂપિયાથી વધુની કિંમતના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 339 ગ્રામ એમડી ડ્રગ્સ, કાર, બે મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ 15.61 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ડ્રગ્સ નેટવર્કમાં રાજસ્થાનના મુખ્ય સપ્લાયર અને દ્વારકાના શખસનું નામ ખુલતાં પોલીસે તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિક્ષાચાલક કાદર મોબર પાસેથી 15.61 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી અનુસાર, LCB ઝોન-7ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે જુહાપુરા ખાતેથી પસાર થતાં જામનગરના રહેવાસી 32 વર્ષીય કાદર મોબરની અટકાયત કરવામાં આવી હતી. તેની ઝડતી લેતાં તેની પાસેથી 10,17,000 રૂપિયાની કિંમતનું 339 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, બે મોબાઇલ ફોન, એક કાર અને 24,000 રૂપિયા રોકડા મળીને કુલ 15,61,200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ટ્રિપના 20થી 25 હજાર કમિશન મેળવતો

ઝોન-7 DCP શિવમ વર્માના જણાવ્યાનુસાર, પકડાયેલ આરોપી કાદર પરણિત છે અને તેને બે બાળકો છે. તે જામનગર રેલવે સ્ટેશન બહાર સ્ટોલ ધરાવે છે તથા રિક્ષા ચલાવવાનું કામ કરે છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મુખ્ય ડ્રગ સપ્લાયર ‘ફકીરા’ જ્યારે જામનગર આવ્યો ત્યારે રિક્ષાચાલક કાદર તેના સંપર્કમાં આવ્યો હતો. કાદર અગાઉ પણ ડ્રગ્સની 10 જેટલી ટ્રિપ કરી ચૂક્યો છે, જેમાં તેને પ્રતિ ટ્રિપ 20 હજારથી 25 હજાર રૂપિયા મિશન મળતું હતું. જોકે, આ વખતે તેણે પોતાના પૈસાથી ડ્રગ્સ ખરીદ્યું હતું અને વેચવા માટે ફકીરાના સંપર્કમાં હતો.

રાજસ્થાનથી દ્વારકા ડ્રગ્સ ડિલિવરી કરવાનું હતું નેટવર્ક

તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કાદર રાજસ્થાનના બાંસવાડા ખાતેથી ફેઝલ ખાન નામના શખસ પાસેથી આ MD ડ્રગ્સ ખરીદીને લાવ્યો હતો અને દ્વારકાના મુખ્ય સપ્લાયર ‘ફકીરા’ને ડિલિવરી આપવા જઈ રહ્યો હતો. આ ડ્રગ્સ નેટવર્કમાં સંડોવાયેલા બાંસવાડાના ફેઝલ ખાન અને દ્વારકાના ફકીરાની ધરપકડ કરવાની હાલ બાકી છે. પકડાયેલા આરોપીનો અગાઉ કોઈ ગુનાઈત ઇતિહાસ નથી તથા ગાડીમાં ડ્રગ્સ છુપાવવા માટે કોઈ ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું નહોતું. પોલીસે આગળની સઘન તપાસ શરૂ કરી છે.