Ahmedabad

અમદાવાદ: દરિયાપુરમાં જર્જરિત 3 માળનું મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાઇ જવાથી વૃદ્ધાનું મોત, યુવક ઇજાગ્રસ્ત

By GS Team
28 Jul 20261 min read
TukuTouch Logo
અમદાવાદના દરિયાપુરમાં સોમવારે મોડી રાત્રે જર્જરિત 3 માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ. મન્સૂરી મહોલ્લામાં બનેલી આ ઘટનામાં કાટમાળ નીચે દબાવાથી એક વૃદ્ધાનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ભારે વરસાદને કારણે જર્જરિત મકાન અચાનક ધસી પડ્યું હતું. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: દરિયાપુરમાં જર્જરિત 3 માળનું મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાઇ જવાથી વૃદ્ધાનું મોત, યુવક ઇજાગ્રસ્ત

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદ વચ્ચે દરિયાપુર વિસ્તારમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. સોમવારે (27મી જુલાઈ) મોડી રાત્રે મન્સૂરી મહોલ્લામાં આવેલું એક જર્જરિત ત્રણ માળનું મકાન અચાનક ધસી પડતાં કાટમાળ હેઠળ દબાવાથી એક વૃદ્ધાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

Ahmedabad News 01.jpg

મળતી માહિતી અનુસાર, સોમવારે મોડી રાત્રે દરિયાપુરના ડબગરવાડ ખાતે આવેલા મન્સૂરી મહોલ્લામાં આ ઘટના બની હતી. ભારે વરસાદને કારણે જર્જરિત સ્થિતિમાં રહેલું ત્રણ માળનું મકાન અચાનક કડડભૂસ થઈને ધસી પડ્યું હતું. મકાનનો કાટમાળ પડતાં નીચે દટાઈ જવાથી એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.

Ahmedabad News 02.jpg

મધરાતે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક તંત્રનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાં ફસાયેલા બંને લોકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અચાનક બનેલી આ દુર્ઘટનાને પગલે આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ છે.