Ahmedabad

અમદાવાદ: 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર સહિત 3ને 20 વર્ષીની સજા, બાળકના DNA ટેસ્ટથી ગુનો સાબિત થયો

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના વટવા વિસ્તારમાં 4 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગંભીર કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે મુખ્ય આરોપી કિશન ચૌહાણ સહિત 3 આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી. DNA ટેસ્ટ અને 19 સાક્ષીઓના આધારે ગુનો સાબિત થયો હતો. ભોગ બનનારને ₹5,00,000 વળતર ચૂકવવા પણ આદેશ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર સહિત 3ને 20 વર્ષીની સજા, બાળકના DNA ટેસ્ટથી ગુનો સાબિત થયો

Ahmedabad News: અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આશરે 4 વર્ષ પહેલાં એક સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાના અને તેને ગર્ભવતી બનાવવાના ગંભીર કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અમદાવાદની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટના જજ એ.બી. ભટ્ટે મુખ્ય આરોપી કિશન ચૌહાણ સહિત તેને ભગાડવામાં મદદ કરનાર અન્ય બે સાગરીતો અજિત કુમાર પ્રસાદ અને ગ્યાનદેવ માંજીને દોષિત જાહેર કરી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

2022 નો ગુનો: શાળાએથી સગીરાનું અપહરણ કરાયું હતું

ઘટનાની વિગત: વર્ષ 2022 માં 14 વર્ષ અને 7 મહિનાની સગીરા શાળાએ ભણવા ગઈ હતી. શાળા છૂટ્યા બાદ તેની નાની બહેનો ઘરે પરત ફરી પરંતુ સગીરા ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. મુખ્ય આરોપી કિશન સગીરાને ફોસલાવીને ભગાડી ગયો હતો. તે સગીરાને પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા વિવિધ રાજ્યોમાં ફેરવીને તેની પર શારીરિક અત્યાચાર ગુજારતો રહ્યો હતો. આરોપી અજિત કુમાર અને જ્ઞાનદેવે મુખ્ય આરોપી કિશનને સગીરાને ભગાડવામાં અને આશ્રય આપવામાં સક્રિય મદદ કરી હતી.

DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને કોર્ટમાં ગુનો સાબિત થયો

દુષ્કર્મનો ભોગ બનવાને કારણે સગીરા સગર્ભા બની હતી અને તેણે સરકારી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો. નવજાત બાળકના DNA સેમ્પલ મુખ્ય આરોપી કિશન ચૌહાણ સાથે મેચ થઈ ગયા હતા, જે કોર્ટમાં સૌથી મજબૂત વૈજ્ઞાનિક પુરાવો સાબિત થયો હતો.

આ કેસમાં સરકારી વકીલોએ 19 સાક્ષીઓ અને 38 દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ તપાસ્યા હતા, જેના આધારે ત્રણેય આરોપીઓ સામેનો ગુનો શંકાસ્પદ વિના સાબિત થયો હતો.જેથી કોર્ટે ત્રણેય દોષિતોને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અને ભોગ બનનાર સગીરા અને તેના બાળકને પુનર્વસન માટે ₹5,00,000 વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.