CTMની સ્કૂલમાં ધોરણ 4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ' આઈ લવ યુ' લખેલી ચિઠ્ઠી આપી, શિક્ષકે ફટકાર્યો હવે પોલીસ ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : સીટીએમ વિસ્તારમાં આવેલી એક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીએ એક વિદ્યાર્થીનીને આઈ લવ યુ' લખેલી ચિઠ્ઠી આપી, જે શિક્ષક પાસે પહોંચતા જ શિક્ષક અને પ્રિન્સિપાલે વિદ્યાર્થીને ઠપકો આપી ફૂટપટ્ટી મારી હતી. જે અંગે વિદ્યાર્થીના માતા- પિતાને જાણ થતા શિક્ષક અને પ્રિન્સિપાલ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રામોલમાં 9 વર્ષનો સગીર માતા- પિતા સાથે રહે છે અને સીટીએમની એક ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ધોરણ 4 મા અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીનીને ચિઠ્ઠી આપી
ગત 19 તારીખે સગીર વિદ્યાર્થી સ્કૂલે ગયો હતો ત્યારે વર્ગખંડમાં એક વિદ્યાર્થિનીને કાગળ પર 'આઈ લવ યુ' લખીને ચિઠ્ઠી આપી હતી. જે બાદ આ ચિઠ્ઠી ક્લાસરૂમમાંથી મળી આવતાં શાળાના સંબંધિત શિક્ષકે વિદ્યાર્થીની કડકાઈથી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આવેશમાં આવી જઈ શિક્ષક તેમજ શાળાના પ્રિન્સિપાલે સગીર વિદ્યાર્થીને હાથ પર ફૂટપટ્ટી વડે ફટકારી અમાનવીય રીતે ઠપકો આપ્યો હતો.
શિક્ષકે જાણ થતા કાર્યવાહી કરી
જે બાદ વિદ્યાર્થી ઘરે જઈને રૂમમાં પુરાઈને રડી રહ્યો હતો. માતાએ પૂછપરછ કરતા શિક્ષક અને પ્રિન્સિપાલે માર્યો અને ઠપકો આપ્યો હોવાનું જણાવ્યું હતું. શાળા તંત્ર દ્વારા પ્રાથમિક શાળાના નાના બાળક પર આ પ્રકારે કરવામાં આવેલા શારીરિક હુમલાને ગંભીરતાથી લઈ માતાએ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. રામોલ પોલીસે આ મામલે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ હેઠળ શિક્ષક અને આચાર્ય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




