Ahmedabad

ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારો 4 વર્ષમાં 3 ગણા વધ્યા, વિતરણ કરાતા અનાજના જથ્થામાં મોટો ઘટાડો!

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રાશન મેળવતા પરિવારોની સંખ્યા 4 વર્ષમાં 3 ગણી વધી છે. સરકારે જાહેર કરેલી વિગતો મુજબ, 5 વર્ષમાં 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને 136 લાખ મેટ્રિક ટન ઘઉં-ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનું વિતરણ કરાયું છે. જોકે, લાભાર્થી વધવા છતાં અનાજ વિતરણનો જથ્થો ઘટ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારો 4 વર્ષમાં 3 ગણા વધ્યા, વિતરણ કરાતા અનાજના જથ્થામાં મોટો ઘટાડો!

Gujarat Free Ration Scheme: અન્ન સુરક્ષા યોજના હેઠળ ગુજરાતમાં મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા ચાર વર્ષમાં ત્રણ ગણી થઈ છે. સરકારે આ અંગે વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં પાંચ વર્ષમાં આ યોજના હેઠળ 25 લાખ પરિવારોના 1.14 કરોડથી વધુ લાભાર્થીઓને અનાજનું વિતરણ કરાયું છે. જેમાં મુખ્યત્વે 136 લાખ મેટ્રિક ટન ઘઉં, ચોખા અને 3 લાખ મેટ્રિક ટન બરછટ અનાજનો સમાવેશ થાય છે.

લાભાર્થી પરિવારોમાં 3 ગણો વધારો

ગુજરાતમાં ચાર વર્ષ પહેલા અન્ન સુરક્ષા યોજના હેઠળ મફત રેશન મેળવતા પરિવારોની સંખ્યા 3.06 લાખ હતી. જે 2025-26માં વધીને 9.20 લાખ સુધી પહોંચી છે. એટલે કે લાભાર્થી પરિવારોમાં ત્રણ ગણો વધારો થયો છે.

5 વર્ષમાં જથ્થામાં થયો ફેરફાર

ગુજરાતમાં કુલ 39.65 લાખ લોકોને ઘઉં, ચોખા અને બરછટ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો કુલ ખર્ચ રૂ. 70 કરોડથી વધુ થવા જાય છે. જોકે રાજ્યમાં લાભાર્થી પરિવારોની સંખ્યા ભલે વધી રહી હોય, પરંતુ તેનાથી વિપરીત વિતરણ કરાતા અનાજના જથ્થાનું પ્રમાણ ઘટી રહ્યું છે! પાંચ વર્ષમાં અનાજના જથ્થાના પ્રમાણમાં અઢીથી ત્રણ ગણો વધારો થયો છે.

વિતરણ કરવામાં આવેલો જથ્થો

વર્ષ
ઘઉં
ચોખા
બરછટ અનાજ
2021-22
26.91
12.57
---
2022-23
12.66
22.7
---
2023-24
9.2
11.03
1.28
2024-25
10.48
11.35
0.84
2025-26
8.76
10.45
0.88

(નોંધ : આંકડા લાખ મેટ્રિક ટનમાં છે.)

અન્ન સુરક્ષા યોજના હેઠળના લાભાર્થીઓ

વર્ષ
લાભાર્થી પરિવાર
લોકોની સંખ્યા
2022-23
3,06,026
14,48,643
2023-24
5,63,406
25,43,101
2024-25
7,49,252
34,53,403
2025-26
9,20,610
39,65,325