કણભામાં ગોડાઉનમાં ચોમાસા માટે સ્ટોર કરલી વિદેશી દારૂ અને બિયરની 6420 બોટલ ઝડપાઈ, 14.46 લાખનો મુદ્દામાલ જપ્ત, 2 ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના એસ. પી. રિંગ રોડ પાસે આવેલા કણભામાં ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે વહેલાલ ગામની સીમમાં એક ગોડાઉનમાં બાતમીના આધારે રેડ કરીને વિદેશી દારૂ-બિયરની 6420 બોટલ અને હેરફેર માટે વપરાતી રિક્ષા સહિત 14.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. મહત્વનું છે કે આ દારૂનો વેપાર કરતા બે બુટલેગરો ફરાર થઈ ગયા છે. જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી
કણભા પોલીસને બાતમી મળી હતી કે વહેલાલ ગામની સીમમાં મોટા પાયે દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વહેલાલ ગામની સીમમાં આવેલા એટલાન્ટીક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં વોચ ગોઠવી હતી અને ત્યાં આવેલા ગોડાઉનમાં રેડ કરી હતી. બુટલેગરો દ્વારા આગામી ચોમાસાની સીઝનમાં માલની અછતનો ફાયદો ઉઠાવવા માટે આ ગોડાઉનમાં કોઈને શંકા ન જાય તે રીતે ખૂબ જ વિદેશી દારૂ અને બિયરનો ગેરકાયદેસર જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાં રેડ કરી હતી.
14 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત
પોલીસની આ કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી રૂપિયા 13,96,860ની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના કુલ 6420 નંગ મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્થળ પરથી માલસામાનની હેરાફેરી માટે રાખવામાં આવેલી લોડીંગ રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂપિયા 14,46,860નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે કણભા પોલીસ સ્ટેશનમાં સંડોવાયેલા ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે ફરાર બુટલેગરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.









