Ahmedabad

AMTS અને BRTSના 13 ડ્રાઈવરો સસ્પેન્ડ, મુસાફરો સાથે ગેરવર્તન અને ઓવરસ્પીડિંગ મામલે AMCની કાર્યવાહી

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં AMCએ મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં અને ફરજમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરી છે. સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન 13 કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોને સસ્પેન્ડ કરાયા છે. જેમાં AMTSના 10 અને BRTSના 3 ડ્રાઈવરોનો સમાવેશ થાય છે. બસ સ્ટોપ પર બસ ન રોકવી, ઓવરસ્પીડ અને અસભ્ય વર્તન જેવી ગંભીર ભૂલો બદલ આ પગલું લેવાયું છે, જે અન્ય ડ્રાઈવરો માટે પણ ચેતવણીરૂપ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMTS અને BRTSના 13 ડ્રાઈવરો સસ્પેન્ડ, મુસાફરો સાથે ગેરવર્તન અને ઓવરસ્પીડિંગ મામલે AMCની કાર્યવાહી

AMC Suspends 13 AMTS and BRTS Drivers: અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગમાં મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરતા અને ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટ બેઝ પરના કુલ 13 ડ્રાઈવરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

AMTSના 10 અને BRTSના 3 ડ્રાઈવરો સામે કાર્યવાહી

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા શહેરના વિવિધ રૂટો પર અચાનક હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કોન્ટ્રાક્ટ પર ચાલતી બસોના ડ્રાઈવરોની મોટી લાપરવાહી પકડાઈ હતી. જે અંતર્ગત તંત્રએ કડક કાર્યવાહીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ના 10 ડ્રાઈવર, બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS )ના 03 ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યા છે.

કઈ ભૂલો બદલ લેવાયા આકરા પગલાં?

સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારીઓએ નોંધ્યું હતું કે સસ્પેન્ડ કરાયેલા ડ્રાઇવરો ટ્રાફિક અને પરિવહનના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા હતા. જેમ કે, બસ સ્ટોપ પર બસ ન રોકવી: નિર્ધારિત સ્ટોપ હોવા છતાં મુસાફરો માટે બસ ઊભી ન રાખીને આગળ ભગાવી દેવી. બસમાં સવાર નાગરિકો કે ટિકિટ બુકિંગ કરાવતા મુસાફરો સાથે અસભ્ય અને ઉદ્ધત વર્તન કરવું. મર્યાદિત ગતિ કરતા વધુ ઝડપે (ઓવરસ્પીડમાં) જોખમી રીતે બસ હંકારવી, જેનાથી અકસ્માતનો ભય રહે છે.

અન્ય ડ્રાઇવરો માટે પણ ચેતવણી

ઉલ્લેખનીય છેકે, મુસાફરોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા આ ડ્રાઇવરો સામે લાલ આંખ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અન્ય ડ્રાઇવરો પણ મુસાફરોની સલામતી સાથે કોઈ ચેડાં ન કરે.