Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટી૨૦ ત્રિકોણીય શ્રેણી : શ્રીલંકા સામે વિજય માટે ભારતને ૧૫૩નો પડકાર

- ઠાકુરની ૪ વિકેટ, વોશિંગ્ટનની 'સુંદર' બોલિંગ : કુશલ મેન્ડિસના ૫૫ રન

- શ્રીલંકાએ પ્રથમ ૧૦ ઓવરમાં ૨ વિકેટે ૯૪, અંતિમ ૯ ઓવરમાં ૭ વિકેટે ૫૮ રન કર્યા

- વરસાદને કારણે મેચ ૧૯ ઓવરની કરાઇ

કોલંબો, તા. ૧૨ માર્ચ 2018, સોમવાર

ટ્વેન્ટી૨૦ ત્રિકોણીય શ્રેણીની મેચમાં વિજય મેળવવા માટે યજમાન શ્રીલંકાએ ભારતને ૧૫૩ રનનો પડકાર આપ્યો છે. વરસાદને કારણે દોઢ કલાક મોડી શરૃ કરવામાં આવેલી આ મેચને ૧૯-૧૯ ઓવરની કરવામાં આવી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં રિષભ પંતને સ્થાને લોકેશ રાહુલની પસંદગી કરવામાં આવી હતી. શ્રીલંકાએ આક્રમક શરૃઆત કરતા પ્રથમ ઓવરમાં જ ૧૫ રન ફટકારી દીધા હતા. ત્રીજી ઓવરમાં શાર્દુલ ઠાકુરે ગુણાથિલકાને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે, પ્રથમ વિકેટના પતન બાદ પણ શ્રીલંકાની આક્રમક્તામાં કોઇ જ કમી આવી નહોતી અને તેમણે ૫ ઓવરમાં ૨ વિકેટે ૪૬ રન નોંધાવ્યા હતા.

ચહલે નાખેલી ૮મી ઓવરમાં શ્રીલંકાએ ૧૭ રન ફટકાર્યા હતા. ૧૦ ઓવરને અંતે શ્રીલંકાનો સ્કોર ૨ વિકેટે ૯૪ થઇ ગયો હતો અને તે ૧૮થી વધુનો સ્કોર નોંધાવશે તેવી સંભાવના જણાતી હતી. ૧૧મી ઓવરમાં વિજય શંકરે થારંગાને ૨૨ રને આઉટ કર્યો હતો અને તેની સાથે જ ભારતે શ્રીલંકાના બેટ્સમેનોને દબાણમાં મૂકવાનું શરૃ કરી દીધું હતું. શ્રીલંકાની ટીમમાંથી કુશલ મેન્ડિસે સૌથી ૩૮ બોલમાં ૫૫ રન કર્યા હતા. વર્તમાન ટ્વેન્ટી૨૦ શ્રેણીમાં આ તેની સતત ત્રીજી અડધી સદી છે. ભારતે ૧૧ ઓવર બાદ નિયમિત અંતરે વિકેટ ખેરવીને શ્રીલંકાને તોતિંગ સ્કોર કરતા અટકાવ્યું હતું. શ્રીલંકાએ અંતિમ ૮ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી હતી.

ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે શ્રીલંકા સામે ત્રિકોણીય શ્રેણીની પ્રથમ મેચમાં એક જ ઓવરમાં ૨૭ રન આપ્યા હતા.આજે શાર્દુલ ઠાકુરનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો અને તેણે ૪ ઓવરમાં ૨૭ રનમાં ૪ વિકેટ ખેરવી હતી. ઠાકુરને એક તબક્કે હેટ્રિકની પણ તક હતી. શાર્દુલ ઉપરાંત સ્પિનર વોશિંગ્ટન સુંદરે ચુસ્ત પ્રદર્શન કરતા ૪ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને બે વિકેટ ખેરવી હતી. જયદેવ ઉનડકટે ફરી એકવાર કંગાળ દેખાવ કરતા ૩ ઓવરમાં ૩૩ રન આપ્યા હતા. સુંદરે વર્તમાન શ્રેણીમાં ૧૨ ઓવરમાં ૭૨ રન આપ્યા છે અને ૪ વિકેટ ખેરવી છે.  શ્રીલંકાએ પ્રથમ ૧૦ ઓવરમાં ૨ વિકેટે ૯૪ અને અંતિમ ૯ ઓવરમાં ૭ વિકેટે ૫૮ રન કર્યા હતા.

ભારતે રન ચેઝ દરમિયાન રોહિત શર્માની વિકેટ ફરી એકવાર સસ્તામાં ગુમાવી હતી. રોહિત શર્મા છેલ્લી સાત ટ્વેન્ટી૨૦માં ૨૭,૨૧,૦૦, ૧૧,૦૦, ૧૭, ૧૧નો સ્કોર જ નોંધાવી શક્યો છે.

શ્રીલંકા

-

રન

બોલ

ગુણાથિલકા કો. રૈના બો. ઠાકુર

૧૭

કે. મેન્ડિસ કો. શર્મા બો. ચહલ

૫૫

૩૮

કે. પરેરા બો. સુંદર

થારંગા બો. શંકર

૨૨

૨૪

ટી.પરેરા કો. ચહલ બો. ઠાકુર

૧૫

જે.મેન્ડિસ બો. સુંદર

શનાકા કો. કાર્તિક બો. ઠાકુર

૧૯

૧૬

ધનંજયા કો. રાહુલ બો. ઉનડકટ

૧૧

લકમલ અણનમ

ચમીરા કો. ઉનડકટ બો. ઠાકુર

ફર્નાન્ડો અણનમ


એક્સ્ટ્રા : (લે.બા. ૦૧, નો બોલ ૦૧, વાઇડ ૦૮) ૧૦, કુલ : (૧૯ ઓવરમાં, ૯ વિકેટે) ૧૫૨. વિકેટ : ૧-૨૫ (ગુણાથિલકા, ૨.૧), ૨-૩૪ (કે. પરેરા, ૩.૧), ૩-૯૬ (થારંગા, ૧૦.૪), ૪-૧૧૩ (ટી. પરેરા, ૧૧.૬), ૫-૧૧૮ (જે. મેન્ડિસ, ૧૩.૨), ૬-૧૨૦ (કે. મેન્ડિસ, ૧૪.૧), ૭-૧૪૬ (ધનંજયા, ૧૭.૬), ૮-૧૫૧ (શનાકા, ૧૮.૪), ૯-૧૫૧ (લકમલ, ૧૮.૫).
બોલિંગ : ઉનડકટ : ૩-૦-૩૩-૧, સુંદર : ૪-૦-૨૧-૨, ઠાકુર : ૪-૦-૨૭-૪, ચહલ : ૪-૦-૩૪-૧, શંકર : ૩-૦-૩૦-૧, રૈના : ૧-૦-૬-૦.

Post Comments