For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હમાસનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ એક છટકું છે ઇઝરાયલે સાવધાન રહેવાની જરૂર છે

Updated: May 8th, 2024

હમાસનો યુદ્ધ વિરામ પ્રસ્તાવ એક છટકું છે ઇઝરાયલે સાવધાન રહેવાની જરૂર છે

- હમાસના પૂર્વ કમાન્ડર મોસાબ હસન યુસુફે X પર લખ્યું છેલ્લી મિનિટે હમાસે મૂકેલો યુદ્ધ વિરામ પ્રસ્તાવ એક જાળ છે

તેલ અવીવ : ઇઝરાયલે દક્ષિણ ગાઝામાં આવેલા શહેર રાફામાં જેવી એર સ્ટ્રાઇક્સ શરૂ કરી કે તુર્ત જ હમાસ આતંકીઓને પરસેવો છૂટવા લાગ્યો છે. તેણે ઇઝરાયલને યુદ્ધ વિરામ પ્રસ્તાવ મોકલ્યો છે. એવું મનાય છે કે, ઇઝરાયલની ધમકી પછી હવે હમાસ ડરી ગયું છે. પરંતુ તે સાચું નથી. હમાસના જ એક પૂર્વ કમાન્ડર મોસાબ હસન યુસેફે હમાસના આ પ્રસ્તાવને એક છટકા સમાન ગણાવ્યો છે. તેમણે તેમના X પોસ્ટ ઉપર લખ્યું છેલ્લી મીનીટે હમાસે મુકેલો પ્રસ્તાવ એક જાળ હોઈ શકે. તેથી ઇઝરાયલે સાવધાન રહેવું જોઈએ.

મોસાબ હસન યુસેફે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર વધુમાં લખ્યું કે, ઇઝરાયલે ત્યાં સુધી તે યુદ્ધ વિરામ પ્રસ્તાવ સ્વીકારવો ન જોઈએ કે જ્યાં સુધી તે તમામ બંધકોને કોઇ પણ શર્ત વગર મુક્ત ન કરે અને હમાસ પેલેસ્ટાઇન સ્ટેટ ઉપર પોતાની સત્તા છોડી ન દે, તે પૂર્વે બિન શરતીય રાજીનામું આપે.

હસન યુસેફ અત્યારે ઇઝરાયલની એક જાસૂસી સંસ્થા શિન-બેટના અંડર-કવર એજન્ટ તરીકે કામ કરે છે. તેણે જ કહ્યું હતું કે હમાસ યુદ્ધ વિરામ પાછળ તે તર્ક રાખે છે કે તે ગાઝાનાં બાળકોના હિતમાં આ પ્રસ્તાવ મુકે છે. પરંતુ વાસ્તવમાં તે એક ચાલ છે. બાળકોની આડમાં તેના ખતરનાક મનસુબા હોઈ શકે.

જેરૂસલેમ પોસ્ટના જણાવ્યા પ્રમાણે ગાઝા શહેરમાં ઓપરેશન બંધ કરવાની માગણી સામે, તમામ બંધકોને મુક્ત કરવાની માગણીને યોગ્ય ઠરાવી હતી. આ સાથે તેણે હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવા ઇઝરાયલને અનુરોધ કર્યો હતો.

Gujarat