Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યોગીનો 'બોલ્ડ' નિર્ણય: ઉ.પ્રદેશમાં કતલખાનાં બંધ

- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા જ દિવસે પરવાના વિનાના બે કતલખાના બંધ કરાવ્યા

- યોગી પહેલી જ કેબિનેટ બેઠકમાં રાજ્યભરના કતલખાનાં બંધ કરાવવાનો નિર્ણય લેશે: માંસના વેપારીઓમાં ભારે ર

નવી દિલ્હી, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પદે રવિવારે શપથ ગ્રહણ કરી લીધા છે. તેઓએ મંગળવારે પોતાની કામગીરી પણ શરૃ કરી દીધી હતી. ચૂંટણીમાં આપેલા વચનો પુરા કરવા એ હવે આદિત્યનાથ માટે સૌથી મોટો પડકાર રહેશે.
 
કેમ કે ભારે બહુમત સાથે પક્ષને જીત મળી હોવાથી તેમના પર આ વચનો પુરા કરવા માટે દબાણ પણ રહેશે. જેને પગલે તેઓએ પોતાના પહેલા જ દિવસે કતલખાના બંધ કરવા અંગે કેટલાક નિર્ણયો જાહેર કરવાનું નક્કી કર્યું છે.
 
આ અંગેના નિર્ણયો પહેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. કતલખાના બંધ કરવા અંગેની માહિતી ઉપ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ આપી હતી.  મૌર્યએ જણાવ્યું હતું કે હાલ પ્રાથમિક ચર્ચા થઇ છે અને પહેલી કેબિનેટની બેઠકમાં અંતિમ નિર્મય લેવામાં આવશે. ભાજપની સત્તા આવતા જ બે કતલખાના બંધ કરી દેવાયા છે.
 
જોકે જે કતલખાના બંધ કરાયા તેમની પાસે લાઇસન્સ નહોતું. કતલખાના બંધ થવા અંગે માસના વ્યાપારીઓએ જણાવ્યું હતું કે જો કતલખાના બંધ કરવામાં આવશે તો તેનાથી રાજ્યની રેવન્યૂને મોટો ફટકો પડશે અને આર્થિક રીતે નુકસાન થશે. 
 
આ પહેલા આદિત્યનાથે મંત્રીઓને પોતાની સંપત્તિની માહિતી ૧૫ દિવસમાં જાહેર કરવા કહ્યું હતું, જેના ભાગરૃપે મંત્રીઓએ પોતાની સંપત્તિની માહિતી જાહેર પણ કરી દીધી છે. હાલ બે પ્રવક્તા તરીકે શ્રીકાંત શર્મા અને સિદ્ધાર્થનાથ સિંહની પસંદગી કરવામાં આવી છે. બાકીના કોઇ પણ મંત્રી મીડિયા સામે કંઇ પણ ન બોલે તેની કડક શબ્દોમાં સુચના આપી દેવાઇ છે. 
 

Post Comments