Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજ્યના થિયેટરોમાં હવે રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી

- સ્થાનિક જિલ્લા પ્રશાસનો અને પોલીસ કમિશનરોને પત્ર મારફત સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરવા નિર્દેશ

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 8 ફેબ્રુઆરી, 2018, ગુરૂવાર

મહારાષ્ટ્રમાં સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી. ગયા મહિને સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને પગલે રાજ્યના ગૃહ ખાતાએ દરેક જિલ્લા પ્રશાસન અને પોલીસ કમિશનરને આદેશનો અમલ કરીને નિર્ધારિત સમયમાં તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે. સિનેમા હોલમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરનારા સૌ પ્રથમ રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ જેણે ૨૦૦૩માં આ નિયમ લાગુ કર્યો હતો.

પહેલી ફેબુ્રઆરીએ ગૃહ ખાતાએ સ્થાનિક પ્રશાસનોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આથી પોલીસ કમશિનર અને કલેક્ટરોએ તેમની થિએટર બ્રકાંચ મારફત તેમના માલિકોને આ સંદેશ મોકલવાનો રહેશે.

સુપ્રીમ કોર્ટે ૯ જાન્યુઆરીએ તેમનો અગાઉનો આદેશ સુધાર્યો હતો અને જણાવ્યું હતું કે ફિલ્મ દર્શાવવા પૂર્વે થિએટરોમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી, પણ વૈકલ્પિક અને નિર્દેશાનુસાર રહેશે. દરેક રાજ્યોને કેન્દ્રીય ગૃહ ખાતાએ ૧૮ જાન્યુઆરીએ આપેલા પત્રના જવાબમાં રાજ્યના ગૃહ ખાતાએ આ નિર્દેશો જારી કર્યા છે.

Post Comments