For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વાંચો તમારું 10 મેં 2024નું રાશિ ભવિષ્ય

Updated: May 10th, 2024

વાંચો તમારું 10 મેં 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કાર્યનો સરળતાથી ઉકેલ આવતા રાહત રહે.

વૃષભ : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ ઉત્સાહ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.

મિથુન : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી અનુભવાય. સાસરી પક્ષ મોસાળપક્ષે બીમારી ચિંતા ખર્ચનું આવરણ આવી જાય.

કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામકાજનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

સિંહ : દિવસ દરમ્યાન આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામમાં સાનુકુળતા જણાય.

કન્યા : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. બઢતી બદલીના કામમાં પ્રગતિ જણાય. હર્ષ લાભ રહે.

તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની તબીયતની અસ્વસ્થતાનો અનુભવ થાય. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા રહે.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. સીઝનલ ધંધામાં આવક જણાય.

ધન : આપના કાર્યમાં પ્રારંભિક પ્રતિકૂળતા બાદ સાનુકુળતા થતી જાય. ધર્મકાર્ય શુભકાર્ય માટે ખર્ચ ખરીદી જણાય.

મકર : આપના કામમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. આપના ધાર્યા પ્રમાણે જ કામ થતાં આનંદ રહે.

કુંભ : નોકરી ધંધે જાવ તો ઘરની ચિંતા અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને રહ્યા કરે. આવેશ ઉશ્કેરાટમાં આવી જવું નહીં.

મીન : આપના કાર્યમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

- અગ્નિદત્ત પદમનાભ

Gujarat