અધૂરો ઘડો

વાસુદેવ સોઢા
શાંતિપુર નામનું એક નાનકડું અને રળિયામણું ગામ હતું. ગામના પાદરે એક સરસ મજાનું મીઠાં પાણીનું તળાવ હતું. ગામની ીઓ રોજ સવારે ત્યાં પાણી ભરવા જતી હતી.
એક દિવસ ગામના ચોતરે કેટલાક વડીલો અને બાળકો બેઠાં હતાં. એટલામાં તળાવ તરફથી ત્રણ ીઓ માથે ઘડા (મટકી) લઈને આવતી દેખાઈ. ત્રણેયની ચાલવાની અને ઘડો પકડવાની રીત સાવ અલગ હતી.
પહેલી ીએ પોતાના માથા પરના ઘડાને બંને હાથથી મજબૂત પકડી રાખ્યો હતો અને તે બહુ ઝડપથી ચાલતી હતી. બીજી ીએ એક હાથથી ઘડો પકડયો હતો. તે જેમ જેમ ચાલતી હતી, તેમ તેમ તેના ઘડામાંથી પાણી બહાર છલકાઈ રહ્યું હતું અને આજુબાજુ ધોળાઈ રહ્યું હતું. ત્રીજી ી સાવ શાંતિથી, મલકાતા મુખે આવતી હતી. તેના માથા પર ઘડો એકદમ સ્થિર હતો. તેણે ઘડાને એક પણ હાથ અડાડયો ન હતો, છતાં ઘડો જરાય હલતો
ન હતો.
ચોતરે બેઠેલા બાળકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં. ગામના એક અનુભવી અને ડાહ્યા વડીલ રમણકાકાએ બાળકોને પાસે બોલાવ્યા અને પૂછયું, 'બાળકો, આ ત્રણેય ઘડા જોઈને તમે કહી શકો કે કયા ઘડામાં કેટલું પાણી હશે?'
એક બાળકે ઉત્સાહથી કહ્યું, 'કાકા, જે ઘડામાંથી પાણી છલકાય છે ને, તેમાં સૌથી વધુ
પાણી હશે!'
રમણકાકા હસ્યા અને બોલ્યા, 'ના બેટા, તારું અનુમાન બરાબર નથી. ચાલ, હું તને આનું રહસ્ય સમજાવું. જે ીએ ઘડાને બંને હાથથી પકડયો છે, તેનો ઘડો સાવ ખાલી છે. કોઈ કારણસર તેણે પાણી નથી ભર્યું. ઘડો ખાલી અને હલકો હોવાથી પવનના લીધે માથા પરથી પડી ન જાય, એટલે તેણે બંને હાથથી પકડી રાખવો પડયો છે. જેના ઘડામાંથી પાણી છલકાય છે, તે ઘડો અધૂરો (અડધો) ભરેલો છે. અડધા ભરેલા ઘડામાં પાણી ખૂબ હલે છે, તેથી તે બહાર છલકાય છે અને અવાજ કરે છે. અને જે ીના માથા પર ઘડો એકદમ સ્થિર છે, જેણે હાથ પણ નથી લગાવ્યો, તેનો ઘડો છલોછલ ભરેલો છે. પાણી આખું ભરેલું હોવાથી તે અંદર બિલકુલ હલતું નથી અને શાંત રહે છે.'
થોડીવારમાં ત્રણેય ીઓ ચોરા પાસેથી પસાર થઈ. બાળકોએ નજીક જઈને જોયું તો રમણકાકાની વાત સો ટકા સાચી હતી. રમણકાકાએ કહ્યું, 'બાળકો, માણસનું જીવન પણ આવું જ હોય છે. જે માણસ પાસે થોડુંક જ જ્ઞાન કે થોડીક જ માહિતી હોય છે, તે 'અધૂરા ઘડા' જેવો હોય છે. તે બહુ દેખાવો કરે છે, મોટે-મોટેથી બોલે છે અને છલકાય છે. જે માણસ ખરેખર જ્ઞાની, ગુણવાન અને સમજદાર હોય છે, તે આખા ભરેલા ઘડા જેવો હોય છે. તે ક્યારેય પોતાનો દેખાવ નથી કરતો, તે હંમેશાં શાંત અને નમ્ર રહે છે. ખાલી ઘડો તટસ્થ હોય છે.'
આટલું કહીને રમણકાકાએ ઉમેર્યું, 'આપણે પણ જીવનમાં ગુણોથી ભરપૂર બનવું જોઈએ અને હંમેશાં શાંત તથા નમ્ર રહેવું જોઈએ. ક્યારેય ખોટો દેખાવ કે અભિમાનથી છલકાવું ન કરવું જોઈએ. સમજ્યા મારા દીકરાઓ…?'
બાળકો એકસાથે બોલ્યાં, 'હા, રમણકાકા… થેન્ક્યુ!'
આજે જીંદગીભર કામ આવે તેવી વાત શીખવા મળી એટલે બાળકો બહુ ખુશ થયાં…









