સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવવાની શોધ

સૂર્યના કિરણોમાં ગરમી હોય છે. આ ગરમીનો ઉપયોગ કરવાની દિશામાં ઇ.સ. ૧૮૭૮માં ઇંગ્લેન્ડના વિલિયમ્સ આદમ્સ નામના વિજ્ઞાાનીએ પહેલ કરેલી. તેણે ચાંદીના આવરણવાળા અરીસાનો સામે સામે રહે તે રીતે ગોળાકાર ગોઠવીને વચ્ચે સૂર્યના કિરણો એકત્રિત કરી બોઈલર ગરમ કરવામાં સફળતા મેળવેલી. ઇ.સ. ૧૮૮૩માં જહોન એરિકસને અંતર્ગોળ અરીસા વડે સૂર્યની ગરમી એકત્ર કરીને સોલાર એન્જિન ચલાવેલું.
વીજળીની શોધ થયા પછી સૂર્ય પ્રકાશમાંથી વીજળી મેળવવા માટે પણ અખતરા થવા લાગ્યા. ઇ.સ.૧૯૦૪માં જર્મનીના હોલ અને ક્યુપરસ ઓકસાઈડ સૂર્ય પ્રકાશ સામે સંવેદનશીલ છે. તેવી શોધ કરીને સોલાર, સેલની શોધનો પાયો નાખ્યો. ત્યારબાદ આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ડેરીલ ચેપીન, કૂલર અને પર્સ નમીના વિજ્ઞાાનીઓએ ક્રમશ સંશોધન કરીને ૧૯૫૦માં પૃથ્વી સોલાર સેલની શોધ કરી. આજે આપણી પાસે સૂર્ય પ્રકાશમાંથી સૌથી વધુ ૩૦ ટકા વીજળી મળે તેવા શક્તિશાળી સોલાર સેલ છે. સોલાર પેનલ વડે આખા ગામને વીજળી મળી શકે છે. પરંતુ આ શોધ પાછળ અનેક વિજ્ઞાાનીઓની ૩૦૦ વર્ષની મહેનત છે.









