Magazines
ભારતની સાગર જેવી નદી : બ્રહ્મપુત્રા
By GS Team
13 Jun 20201 min read
This article was originally published on 13 Jun 2020

ભા રતની ગંગા અને યમુના નદી પછી બ્રહ્મપુત્રા નદી સૌથી મોટી છે. પશ્ચિમ બંગાળના ઉપસાગરને મળતી આ નદી અનેક વિશિષ્ટતા ધરાવે છે. તિબેટ, ભારત અને બાંગ્લાદેશ એમ ત્રણ દેશોમાં વહેતી આ નદી લગભગ ત્રણ હજાર કિલોમીટર લાંબી છે. અને કેટલાક સ્થળે ૧૦ કિલોમીટર પહોળી છે. એક સાગર જ જોઈ લો તેવી આ વિશાળ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ માજોલી આવેલો છે.
આશરે સાત હજાર મીટર ઊંચા કૈલાસ પર્વત પરથી નીકળતી આ નદી જુદા જુદા સાત નામે ઓળખાય છ. તિબેટમાં તેને ત્સાંગઓ અને ઝાંગ્બો કહે છે.
ભારતના આસામમાં બ્રહ્મપૂત્ર અને સાગરને મળે છે ત્યાં તેનું નામ મેઘના છે. બાંગ્લાદેશમાં આ નદી જમુનાના નામે ઓળખાય છે.
કયારેક સાંકડા કોતરી વચ્ચે તો કયારેક મેદાનોમાં વહેતી આ નદી આસામની જીવાદોરી છે.




