World

ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ કોનો હાથ? ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશનું નામ લેતા ખળભળાટ

By GS Team
6 Oct 20262 mins read
TukuTouch Logo
ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જતી વખતે કો-પાઇલટ અલ-હમ્મામીએ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી હુમલો કરી વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટનની બહાદુરીથી આ ષડયંત્ર નિષ્ફળ ગયું. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિષ્ફળ આતંકી કાવતરા પાછળ ઈરાનનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્લાયદુબઈ પ્લેન હાઇજેક ષડ્યંત્ર પાછળ કોનો હાથ? ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશનું નામ લેતા ખળભળાટ

Trump Claims Iran Behind Flydubai Hijack Plot Foiled by Brave Indian Pilot | આકાશમાં સેંકડો નિર્દોષ મુસાફરો મુસાફરી કરી રહ્યા હોય અને અચાનક કોકપિટની અંદરથી જ મોતનું તાંડવ શરૂ થઈ જાય તો? 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં કંઈક આવો જ ભયાનક ખેલ રચાયો હતો. હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિષ્ફળ આતંકવાદી કાવતરા માટે સીધો ઈરાન પર આરોપ લગાવીને આંતરરાષ્ટ્રીય ચર્ચા જગાવી છે.

ટ્રમ્પનો સીધો આરોપ: આતંકી ષડ્યંત્ર પાછળ ઈરાનનો હાથ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટના સામાન્ય ક્રાઈમ નહોતી, પરંતુ એક આતંકવાદી કાવતરું હતું. વ્હાઇટ હાઉસ પરિસરમાં જ્યારે પત્રકારોએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે શું આ નિષ્ફળ આતંકવાદી હુમલા પાછળ ઈરાન જવાબદાર છે, ત્યારે તેમણે કોઈપણ ખચકાટ વિના કહ્યું. હા, મને એવું જ લાગે છે. હું અંગત રીતે એવું માનું છું કે આ ષડયંત્ર માટે ઈરાન જ જવાબદાર છે.

ટ્રમ્પના આ નિવેદન બાદ હવે આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ અને રાજદ્વારી વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

9/11 જેવો હુમલો કરવાની હતી ઘાતક યોજના

તપાસ અહેવાલો મુજબ, ઓમાનના રહેવાસી કો-પાઇલટ અલ-હમ્મામીનું આયોજન અત્યંત ભયાનક હતું. તેની યોજના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરી તેમને બેભાન કે ખતમ કરીને વિમાનનું સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લેવાની હતી. ત્યારબાદ તે ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરાણની મંજૂરી મેળવીને વિમાનને કોઈ ઈમારત સાથે અથવા એરપોર્ટ પર પહેલેથી ઊભેલા અન્ય કોઈ વિમાન સાથે જોરદાર ટકરાવીને મોટો વિનાશ વેરવા માગતો હતો.

લોહીલુહાણ છતાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરે બહાદુરી બતાવી

ઉડાન દરમિયાન કો-પાઇલટે કોકપિટની અંદર જ અચાનક કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડી વડે જીવલેણ ઘા ઝીંક્યા હતા. આ હુમલામાં કેપ્ટન ગંભીર રીતે ઘાયલ થયા અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેમની આંખો સામે અંધારા છવાવા લાગ્યા હતા. પરંતુ સાહસ દાખવીને કેપ્ટને હાર ન માની. તેઓ જેમતેમ કરીને કોકપિટનો દરવાજો અંદરથી ખોલવામાં સફળ રહ્યા. દરવાજો ખુલતાં જ બહાર રહેલા ક્રૂ મેમ્બર્સ અને સાહસી મુસાફરો તરત જ કોકપિટમાં ધસી આવ્યા અને હુમલાખોર કો-પાઇલટને દબોચી લીધો.