Zagmag

શાકભાજી અને ફળોનું અવનવું જાણો

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહેવાય છે. તરબૂચ, કોબીઝ અને ગાજરમાં 80-95% પાણી હોય છે. કેળા અને માણસના જનીનોમાં ઘણી સમાનતા છે. કેળાં થોડા રેડિયોએક્ટિવ હોય છે. સફરજનને 1 વર્ષ સુધી તાજા રાખી શકાય તેવી ટેક્નોલોજી વિકસી છે. વિશ્વનું સૌથી મોટું ફળ 'કોકો દ મેટ' 42 કિલોનું હોય છે. ફળો પરના કેટલાક સ્ટિકર ખાદ્ય પદાર્થના બનેલા હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાકભાજી અને ફળોનું અવનવું જાણો

ફળોના અભ્યાસને 'પોમોલોજી' કહે છે. તરબૂચ, કોબીઝ અને ગાજર મોટે ભાગે પાણીના બનેલ છે. તેમાં ૮૦થી ૯૫ ટકા પાણી હોય છે. કેળા અને માણસના જીનમાં ઘણી સામ્યતા છે. કેળાં થોડા રેડિયો એક્ટિવ હોય છે. ફળોમાં ખૂબ જ લોકપ્રિય સફરજનને એક વર્ષ તાજા રાખી શકાય તેવી ટેક્નોલોજી વિકસી છે. લીલી દ્રાક્ષને માઇક્રોવેવ ઓવનમાં મૂકો તો ધડાકા સાથે ફાટે સફરજન ગુલાબના કુળની વનસ્પતિ છે. વિશ્વનું સૌથી મોટું ફળ 'કોકો દ મેટ' ૪૨ કિલો વજનનું હોય છે અને તેનું બીજ ૧૭ કિલોનું. શાકભાજી અને ફળો વૃક્ષ ઉપરથી ઉતાર્યા પછી ઘણાં દિવસ સુધી કુદરતી રીતે જ તાજા રહે છે. ફળો ઉપર લગાડવામાં આવતા કેટલાક સ્ટિકર ખાદ્ય પદાર્થના બને છે, ફળની સાથે તે ખાઈ શકાય છે.