ડિજિટલ કેમેરા કેવી રીતે કામ કરે છે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડિજિટલ કેમેરા ઈલેક્ટ્રોનિક યુગની લોકપ્રિય શોધ છે. ડિજિટલ કેમેરાનો લેન્સ સામેના દ્રશ્યની ઈમેજને સેમિકન્ડક્ટરની તકતી પર મોકલે છે. આ તકતીમાં ઝીણા ઝીણા ઈમેજ સેન્સર હોય છે. ઈમેજ સેન્સર બે પ્રકારના હોય છે. સીસીડી એટલે કે ચાર્જ કપલ્ડ ડિવાઈસ અને બીજા સીએમઓએસ એટલે કે કોમ્પ્લીમેટરી મેટલ ઓક્સાઈડ સેમી કન્ડક્ટર. ડિજિટલ કેમેરામાં એ બેમાંથી કોઈ પણ એક પ્રકારના સેન્સર વપરાય છે. સામેના દ્રશ્યની ઈમેજ આ તકતી પર પડે એટલે દરેક સેન્સર પોતાનું કામ શરૂ કરી દે. આ તકતીમાં આડા અને ઉભા એમ કેટલા સેન્સરની કતાર છે તેના પરથી કેમેરાની ક્ષમતા નક્કી થાય છે. આપણે તેને રીઝોલ્યુશન કહીએ છીએ.
સીસીડી સેન્સર આ વીજભારને ઓળખીને તેનું બાઈનરી મૂલ્યને મેમરી કાર્ડમાં માહિતી જમા કરે છે. આ માહિતીના કણોને ફોટોસાઈટ્સ કહે છે. કેમેરામાં એલસીડી સ્ક્રીન હોય છે. સેન્સરમાંથી પસાર થયેલા ફોટોલાઈટ એનાલોગ કન્વર્ટર અને માઈક્રોપ્રોસેસર દ્વારા ફરી પ્રકાશના કિરણો બની સ્ક્રીન ઉપર દ્રશ્ય સ્વરૂપે દેખાય છે. ડિજિટલ કેમેરા બેટરીના પાવરથી ચાલે છે.ડિજિટલ કેમેરા વડે લીધેલી તસવીરોના ફોટોલાઈટ મેમરી કાર્ડ પર સંગ્રહ કરી શકાય છે. મોબાઈલ ફોનમાં પણ ડિજિટલ કેમેરા હોય છે.




