ગણપતિબાપા મોરિયા

- 'સરકાર બધાને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાની સૂચના આપે છે, એટલે કે માત્ર માટી જેવા કુદરતી પદાર્થમાંથી બનેલી મૂર્તિ. નુકસાનકારક પદાર્થોમાંથી બનેલી મૂર્તિઓનું જ્યારે નદીના પાણીમાં વિસર્જન થાય ત્યારે જળપ્રદૂષણ વધે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. માત્ર સાદી માટીની મૂર્તિનું વિસર્જન થવું આવશ્યક છે.'
- ભારતી પી. શાહ
અરવલ્લીની વિશાળ તળેટી અને તે તળેટીમાં આવેલું અલકનંદા વન. આ વનમાં વિવિધ વન્યપ્રાણીઓનો વાસ હતો, અને તેમનાં બચ્ચાંઓના શિક્ષણ માટે આદર્શ પાઠશાળા પણ હતી. બચ્ચાંઓ અહીં યોગ્ય શિક્ષણ મેળવતાં. આગળ વધીને કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનીયર કે કોઈ ઉચ્ચ ઓફિસર બનતાં. આસપાસના વિસ્તારમાં પણ આ પાઠશાળા પ્રસિદ્ધ હતી. યોગ્ય તાલીમાર્થી શિક્ષકો બચ્ચાંઓને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરતાં. પાઠશાળામાં અનેક ઈતરપ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવોની ઉજવણી પણ થતી હતી.
થોડા દિવસ પછી બાળકોનો પ્રિય તહેવાર ગણેશ ચતુર્થી આવવાનો હતો. શિક્ષકે આજે ગણેશજીની વાર્તા કહી તો બધાં બચ્ચાંઓ ખુશખુશ થઈ ગયાં. સાંજે શાળા છૂટી ત્યારે બધાં બચ્ચાંઓ ગણેશજી વિશે ચર્ચા કરતાં કરતાં ઘર તરફ વળ્યાં.
શકુ સસલો દોડતો દોડતો ઘર તરફ જવા લાગ્યો. આ જોઈ હેમી હરણી બોલી, 'કેમ શકુ… શું વાત છે? આમ દોડે છે કેમ?'
શકુ સસલાએ કોઈ જવાબ ન આપ્યો અને ઘર તરફ દોડી ગયો.
'મા… મા…' હાંફતાં હાંફતાં તે બૂમો પાડવા લાગ્યો. શકુની મા શાણી સસલી રસોડામાંથી બહાર આવી અને બોલી, 'આટલો બધો હાંફે છે કેમ? કોઈ તારી પાછળ…'
'ના… ના… આ તો દોડીને આવ્યો એટલે…' શકુએ કહ્યું.
'મા… આજે શાળામાં શિક્ષકે ગણેશ ચતુર્થીની વાત વિસ્તારથી સમજાવી, મને ખૂબ આનંદ થયો. પણ… પણ…'
'પણ શું?' શાણી સસલીએ પૂછયું.
'મા, જો તું પરવાનગી આપે તો આ વખતે આપણે આપણા ઘરે ગણપતિબાપાની મૂત પધરાવીએ. મા, તું મારી આ ઇચ્છા પૂરી કરીશ?' શકુ બોલ્યો.
શાણી સસલીએ શકુ સસલાના માથે હાથ ફેરવતાં કહ્યું, 'હા બેટા, આ વખતે ગણપતિબાપા આપણા ઘરે પણ જરૂર આવશે.'
માતાનો જવાબ સાંભળી શકુ સસલો ગેલમાં આવી નાચવા લાગ્યો. પછી શકુ ઘરની બહાર દોડી ગયો અને પોતાના મિત્રમંડળમાં માતાના જવાબની વધામણી આપી. શકુ સસલાની વાત સાંભળી હેમી હરણી, જેકી જિરાફ, વાલુ વાંદરો, ઘોરી ઘુવડ તથા બીજાં વન્ય બચ્ચાંઓ ખુશખુશ થઈ ગયાં અને ગણેશ ચતુર્થીની રાહ જોવા લાગ્યાં.
ગણેશ ચતુર્થીના તહેવારને અઠવાડિયાની વાર હતી, ત્યારે શકુના નિમંત્રણ મુજબ મિત્રમંડળ તેના ઘરે આવી પહોંચ્યું. જગુ જિરાફ, ડાહ્યા ડુક્કર, હસુ હરણી બધાં શાણી સસલીના આગ્રહને માન આપી અગાઉથી હાજર હતાં. તેમણે બચ્ચાંઓને પૂર્વતૈયારી અંગેની માહિતી પૂરી પાડી.
બીજા દિવસે બધાં વન્યબચ્ચાંઓ ગણપતિબાપાના મંડપ માટેની સામગ્રી લેવા નીકળ્યાં. સૌપ્રથમ ગણપતિબાપા માટે સુંદર બાજોઠ ખરીદ્યો. મંડપ શણગારવા માટે ફૂલહાર, તોરણ, દીવા અને લાઈટો ખરીદ્યાં. બધું ખરીદીને બાળકો ખુશ થતાં થતાં ઘરે આવ્યાં.
શાણી સસલીના ઘર પાસે મંડપ બાંધવાની તૈયારી થઈ ગઈ. ડાહ્યા ડુક્કર, જગુ જિરાફ, રાયણ રીંછ, વાલમ વરુ બધાએ લાકડાનાં પાટિયાં ગોઠવીને મોટો મંડપ ઊભો કરી દીધો. વન્ય બચ્ચાંઓએ મંડપને તોરણ અને ફૂલહારથી સજાવી દીધો. છેલ્લે લાઈટોની હારમાળા બાંધવામાં આવી. સજાવટને લીધે મંડપ શોભી ઊઠયો. બીજે દિવસે ગણેશ ચતુર્થી હતી, બધામાં ગણપતિબાપાને પધરાવવાનો ખૂબ ઉત્સાહ હતો.
શકુ સસલાએ ડાહ્યા ડુક્કરને સંબોધીને કહ્યું, 'અંકલ, અમને ગણેશજી અને ગણેશ ચતુર્થીના તહેવારની માહિતી આપો ને…'
'હા… હા… અમારે પણ તે વિશે જાણવું છે,' અન્ય વન્યબચ્ચાંઓ બોલી ઊઠયાં.
બચ્ચાંઓની ઇચ્છાને માન આપી ડાહ્યા ડુક્કરે વાત શરૂ કરી-
'ભારતમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવાય છે. આ તહેવાર ગુજરાતી પંચાંગ અનુસાર ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે. શિવજી અને પાર્વતીના પુત્ર ગણેશજીનો જન્મદિવસ એટલે ગણેશ ચતુર્થી. આ દિવસે ગણપતિબાપાની મૂત વાજતેગાજતે લાવવામાં આવે છે, અને તેમનું વિધિપૂર્વક સ્થાપન થાય છે. ગણપતિબાપાની સવાર-સાંજ પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે અને પ્રસાદ ધરાવાય છે. મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ
પ્રિય છે.'
'અંકલ, ગણપતિબાપાને રોજ જુદો જુદો પ્રસાદ ધરાવાય છે, પણ બાપાને તો મોદક ખૂબ પ્રિય છે,' હેમી હરણી બોલી.
'લગભગ દસ દિવસ પછી, અગિયારમા દિવસે ગણપતિબાપાની પૂજા-અર્ચના કરી ગણપતિની મૂતનું વિસર્જન કરવામાં આવે છે. તે દિવસને અનંતચૌદશ પણ કહે છે. લોકો ગુલાલ ઉડાડે છે, ઢોલ-નગારાં સાથે નાચતાં-ગાતાં ગણપતિબાપાની મૂતનું વિસર્જન કરે છે. નદી કે દરિયાના પાણીમાં બાપાનું વિસર્જન થાય છે. પાણીમાં વિસર્જન કરતી વખતે સાવધાની
રાખવી પડે.'
'અંકલ, સાવધાની કેમ રાખવાની?' વાલુ વાંદરાએ પૂછયું.
'ઊંડી નદી કે દરિયામાં વિસર્જનનું જોખમ વધારે હોય છે. સાવધાની ન રાખવામાં આવે તો વિસર્જન કરનાર વ્યક્તિનો પાણીમાં ડૂબી જવાનો ભય રહે છે.'
'સાવ સાચી વાત. આવા સમાચાર ટીવી પર પણ જોવા મળે છે, છાપામાં પણ આવે છે,' જેકી જિરાફ બોલ્યું.
'અંકલ, ગણપતિબાપાની સાથે સાથે તેમનું વાહન ચૂંચૂં ઉંદર પણ જતો રહે?' પિલુ પોપટ બોલ્યો.
'હા… બેટા…'
'અંકલ, ગણપતિબાપા જાય ત્યારે તો ખૂબ દુખ થાય, હું તો ખૂબ રડું છું,' શકુ સસલો બોલ્યો.
'હા અંકલ, ગણપતિદાદા વિદાય લે તે અમને પણ નથી ગમતું. દસ દિવસ સુધી રોજ રાત્રે આરતી થાય, કોઈકવાર ભજન-કીર્તન તો કોઈકવાર ગરબા… પછી નાસ્તાપાણી… ખૂબ મજા આવે. એ બધું જ પૂરું થઈ જાય,' જેકી જિરાફ અને મધુ મોર બોલ્યાં.
'મેં તમને ગણેશજીની બધી વાત કરી દીધી, હવે તમે બધાં ઘરે જાઓ. આવતીકાલે આપણે બધાંએ શુભ મુહૂર્તમાં ગણપતિબાપાને લેવા જવાનું છે,' ડાહ્યા ડુક્કરે કહ્યું.
'તદ્દન સાચી વાત. કાલે ગણપતિની મૂત કેવી લેવાની છે તેનો તમને ખ્યાલ તો છે ને?' જગુ જિરાફે કહ્યું.
જગુ જિરાફની વાત સાંભળી બધાં વન્ય બચ્ચાં વિચારમાં પડી ગયાં.
'મૂત ખરીદવામાં શું ધ્યાન રાખવાનું હોય?' શકુ સસલો બોલ્યો.
'બેટા, આ વાત ખૂબ ધ્યાન રાખવા જેવી છે. સરકાર બધાને ઇકો-ફ્રેન્ડલી મૂત ખરીદવાની સૂચના આપે છે, એટલે કે માત્ર માટી જેવા કુદરતી પદાર્થમાંથી બનેલી મૂત. નુકસાનકારક પદાર્થોમાંથી બનેલી મૂતઓનું જ્યારે નદીના પાણીમાં વિસર્જન થાય ત્યારે જળપ્રદૂષણ વધે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. માત્ર સાદી માટીની મૂતનું વિસર્જન થવું આવશ્યક છે.'
'હમ્મ… હવે બરાબર સમજાઈ ગયું,' હેમી હરણી બોલી.
'ગણેશજી વિશે તમે બધાં ઘણું બધું જાણી શક્યાં છો… હવે મને કહો, ગણેશજી શું સંદેશ આપે છે?' ડાહ્યા ડુક્કરે પૂછયું.
બધાં વન્ય બચ્ચાં વિચારમાં પડી ગયાં, ત્યારે હસુ હરણી બોલી, 'ગણેશજીના એક ભાઈનું નામ કાતકેય હતું. એકવાર બંને ભાઈઓમાં વાદવિવાદ થયો કે બંનેમાં વધુ બળવાન કોણ? આ વિવાદનો ઉકેલ લાવવા માટે બંને ભાઈઓને કહેવામાં આવ્યું કે તેઓ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવે. જે પ્રથમ પાછો આવશે તે વિજેતા ગણાશે.'
'આ શરત સાંભળી કાતકેય તરત જ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ઊપડી ગયા. ગણપતિજીએ પોતાનાં માતા-પિતાને બાજોઠ પર બેસાડી તેમની પૂજા કરી અને ત્રણ પ્રદક્ષિણા કરી. ધર્મશા અનુસાર આ વિશ્વમાં માતા-પિતા ભગવાન કરતાં પણ શ્રે છે, તેમની પૂજા અને પ્રદક્ષિણામાં સમગ્ર તીર્થોનો સાર સમાઈ જાય છે. આ બુદ્ધિચાતુર્યથી ગણપતિબાપા શરત
જીતી ગયા.'
હસુ હરણીની વાત પૂરી થઈ અને તેણે પૂછયું, 'તમને ગણેશજીનો સંદેશ સમજાઈ ગયો?'
'હા, માતા-પિતાની સેવા જ સર્વશ્રે ધર્મ છે!' વાલુ વાંદરો બોલ્યો.
'શાબાશ! તમે બધાં આ સંદેશ તમારા જીવનમાં ઉતારી લેજો,' જગુ જિરાફ બોલ્યો.
પછી બધાં 'ગણપતિબાપા મોરિયા'ના નારા લગાવતાં છૂટાં પડયાં.




