Zagmag
ફનટાઈમ
By GS Team
28 Aug 20261 min read

ભિખારી : સાહેબ, મદદ કરો,
મને દોઢસો રુપિયા આપો…
ભગવાન તમારું ભલું કરશે.
સાહેબ : દોઢસો રુપિયા? કેમ? ભિખારી : કેમ કે હું મારા પરિવારથી વિખૂટો પડી ગયો છું.
સાહેબ: પહેલાં એ બોલ કે તારો પરિવાર છે ક્યાં?
ભિખારી : બધા મલ્ટિપ્લેક્સમાં મૂવી જોવા ગયા છે.
મમ્મી : બેટા, પેપર કેવું હતું?
પપ્પુ : સાવ પાતળું હતું,
ને વ્હાઇટ વ્હાઇટ હતું…
સટ્ટાક…!
દર્દી : ડોક્ટર, ગઈ કાલથી બહુ પેટમાં દુખે છે. ડોક્ટર : ગઈકાલે શંુ ખાધું હતું?
દર્દી : રોજ ખાઉં છું એ જ - નજીકની રેસ્ટોરન્ટમાં પંજાબી ફૂડ. ડોક્ટર : અરે ભાઈ, રોજ રોજ રેસ્ટોરાંમાં ન ખવાય. એટલે જ તમને પેટમાં દુખે છે.
દર્દી: અચ્છા, એમ? તો કાલથી રેસ્ટોરામાં નહીં ખાઉં. પેક કરાવીને ઘરે લઈ જઈને ખાઈશ, બસ?




