Zagmag

ફન ટાઈમ

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
પિન્ટુના રમુજી જવાબથી ટીચર બેહોશ થવાની અણીએ પહોંચ્યા. ભણવામાં ધ્યાન ન આપવા છતાં, પિન્ટુએ શોખ અને ડરના કારણો ગણાવ્યા. બીજી ઘટનામાં, રોહને કંડક્ટરને છુટ્ટા પૈસા ન હોવા પર બસમાંથી ઉતરી જવાનું કહીને આશ્ચર્યચકિત કર્યા. લાલ દરવાજાની 5 રૂપિયાની ટિકિટ માટે 100 રૂપિયાની નોટ આપતા આ સ્થિતિ સર્જાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ફન ટાઈમ

ટીચરઃ પિન્ટુ, ભણવામાં કેમ ધ્યાન આપતો નથી?
પિન્ટુઃ છોકરાઓ ભણવામાં બે જ કારણથી ધ્યાન આપે છે.
ટીચરઃ ક્યાં ક્યાં?
પિન્ટુઃ એક તો શોખથી
ને બીજો ડરથી.
ટીચરઃ તું કહેવા શું માગે છે?
પિન્ટુઃ એ જ કે હું કારણ વગરના નકામા શોખ રાખતો જ નથી
ને કોઈથી ડરવાનું નહીં
એવું તો તમે જ
શીખવ્યું છે.
ટીચરને લાગ્યું એ બેહોશ
થઈ જશે…

કંડક્ટરઃ જેની પાસે છુટ્ટા ન હોય એ બસમાંથી નીચે ઉતરી જાય.
રોહનઃ મને લાલ દરવાજાની
ટિકિટ આપો.
કંડક્ટર : લાવો, પાંચ રુપિયા.
રોહને સો રુપિયાની નોટ કાઢી.
કંડક્ટર (ગુસ્સે થઈને) :
પાંચ રુપિયાની ટિકિટ છે ને તું
સો રુપિયા આપે છે! મારી પાસે
૯૫ રુપિયા છુટ્ટા નથી.
રોહનઃ તો તમે બસમાંથી નીચે ઉતરી જાઓ!