Zagmag
ફન ટાઈમ
By GS Team
31 Jul 20261 min read

ટીચર : નેતાજી, તમારો દીકરો પરીક્ષામાં ફેઇલ થઈ ગયો છે
તોય તમે શા માટે પેંડા વહેંચો છો?
નેતા : ક્લાસમાં ૬૦ વિદ્યાર્થીઓ છે, એમાંથી ૪૫ ફેઇલ થયા છે.
એટલે કે બહુમતી મારા દીકરાની સાથે છે. બસ, એના જ
પેંડા વહેંચું છું!
મુન્નો : મમ્મી, શું હું ભગવાન
જેવો દેખાઉં છું?
મમ્મી : કેમ આવું પૂછે છે?
મુન્નો : કેમ કે હું જ્યાં પણ જાઉં છું ત્યાં બધા એક જ વાત બોલે છે કે ભગવાન, આ પાછો આવી ગયો…
શિક્ષક : રિન્કી, પાંચમાંથી પાંચ માઇનસ કર તો શું વધે?
રિન્કી : મને ખબર નથી, સર. શિક્ષક : જો, પાંચ રોટલી હોય ને એમાંથી પાંચેય રોટલી બાદ કરી નાખો તો પાછળ શું બચે?
રિન્કી : શાક!









