ડોશી બની લક્કડખોદ

એક વાર્તા… બે ભાષામાં!
Harish Nayak
એમ કરતી કરતી ડોશી વધુ ને વધુ નાની કેક બનાવતી ગઈ. તે માત્ર નાની જ કેક બનાવતી નહિ. પણ કંઈક વધુને વધુ કઠણ પણ બનાવતી ગઈ.
લ ક્કડખોદનો જન્મ કેવી રીતે થયો તે વિશેની આ મઝેદાર લોકકથા છે. આ લોકકથા ઠેઠ નોર્વેથી આપણે ત્યાં ચાલી આવી છે.
એક ઘણી જ ઘરડી ડોશી હતી. ડોશી ખાવાનું સરસમાં સરસ બનાવે. પણ તે ઉદાર ન હતી.
એક વખત ઠંડીની રાત હતી. ડોશીએ ખૂબ જ મજેદાર કેક બનાવી. કેક એવી તો સરસ હતી કે મોઢામાં પાણી આવી જાય !
પણ ડોશી જાતે ખાવા જાય ત્યાં જ બારણે કોઇક આવીને ઊભું રહ્યું.
એક ભિખારી હતો તે કહે - માજી ! બે દિવસથી ખાવા મળ્યું નથી. કંઈક ખાવા આપશો ?
ડોશી બિચારી ધર્મસંકટમાં મુકાઈ ગઈ. જો તે ભિખારીને કેક આપી દે તો તે ભૂખે મરે અને ન આપે તો દયા ન કરવાનું પાપ લાગે.
છેવટે તે કહે - ભાઈ ! આ કેક તો તારે માટે ઘણી મોટી છે. ઊભો રહે. તારે માટે નાની કેક બનાવી દઉં.
ડોશીએ નાની કેક બનાવી પણ જ્યારે કેક તૈયાર થઈ ત્યારે એ કેક આપી દેતાં પણ જીવ ચાલ્યો નહિ.
તે ભિખારીને કહે, 'આ કેક પણ મોટી છે. ઊભો રહે, તને આથી પણ નાની કેક બનાવી દઉં.'
ડોશીએ ત્રીજી કેક બનાવી. ભિખારીને આપતાં તેનો આ વખતેય જીવ ચાલ્યો નહિ.
તે કહે - 'અરેરે, આ કેક પણ મોટી થઈ ગઈ. લાવ, જરા નાની બનાવી દઉં !'
એમ કરતી કરતી ડોશી વધુ ને વધુ નાની કેક બનાવતી ગઈ. તે માત્ર નાની જ કેક બનાવતી નહિ. પણ કંઈક વધુને વધુ કઠણ પણ બનાવતી ગઈ.
છેવટે સૌથી નાની કેક તેણે બનાવી તે એવી તો કઠણ હતી કે બિચારો ભિખારી તો ખાઈ જ શક્યો નહિ.
ડોશી કહે - 'આવી સરસ કેક તું ન ખાઈ શકે તો એમાં મારો શો વાંક ?'
તને આપવાનું પુણ્ય મળ્યું અને ભિખારીએ કેક ન ખાધી એટલે તેની કેક પણ બચી ગઈ.
આમ તેને બેવડો ફાયદો થયો.
ભિખારી નિરાશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. પછી નિરાંતે ડોશી કેક ખાવા બેઠી પણ ભિખારી ખાઈ ન શકે એટલા માટે તેણે ઘણીબધી કેક એવી તો કઠણ બનાવી હતી કે હવે તે જાતે પણ એ કેક ખાઈ શકતી ન હતી.
ઠંડીમાં પડી પડી અગાઉની સારી કેક પણ લાકડા જેવી બની ગઈ હતી.
એ લાકડા જેવી કેકોમાં મોઢું મારી મારીને ડોશીનું મોઢું લાંબુ થઈ ગયું. એ મોઢું પછી લાંબી ચાંચમાં ફેરવાઈ ગયું.
સમય જતાં એ ડોશી જાતે જ લક્કડખોદ પક્ષી બની ગઈ અને આજે પણ એ ડોશી લાકડામાં ચાંચ માર્યા કરે છે. ચાંચ માર્યા કરે છે.
An Old Woman Became a Woodpecker
The old woman kept making smaller and smaller cakes. She was not just making the cakes smaller, but she was also making them harder and harder.
T his is an interesting folktale about how the woodpecker was born. This folktale has come to us all the way from Norway.
There was a very old woman. The old woman made excellent food. But she was not generous.
Once it was a cold night. The old woman made a very delicious cake. The cake was so wonderful that it would make one's mouth water!
But just as the old woman was about to eat it herself, someone came and stood at the door.
It was a beggar, who said, "Mother! I haven't had anything to eat for two days. Will you give me something to eat?"
The poor old woman was caught in a dilemma. If she gave the cake to the beggar, she would starve, and if she did not give it, she would commit the sin of showing no mercy.
Finally, she said, "Brother! This cake is too big for you. Wait. Let me make a small cake for you."
The old woman made a small cake, but when the cake was ready, she did not have the heart to give even that cake away.
She said to the beggar, "This cake is also big. Wait, let me make an even smaller cake than this for you."
The old woman made a third cake. This time too, she did not have the heart to give it to the beggar.
She said, "Oh dear, this cake also turned out big. Let me make it a little smaller!"
Doing so, the old woman kept making smaller and smaller cakes. She was not just making the cakes smaller, but she was also making them harder and harder.
Finally, the smallest cake she made was so hard that the poor beggar could not eat it at all.
The old woman said, "If you cannot eat such a wonderful cake, then how is it my fault?"
She got the merit of giving to him, and since the beggar did not eat the cake, her cake was also saved.
Thus, she had a double benefit.
The beggar walked away from there disappointed. Then the old woman sat down to eat the cake at leisure, but in order to make it uneatable for the beggar, she had made many cakes so hard that now she herself could not eat those cakes either.
Lying around in the cold, the earlier good cake had also become like wood.
By repeatedly striking her mouth against those wood-like cakes, the old woman's mouth became long. That mouth then changed into a long beak.
With time, that old woman herself became a woodpecker bird, and even today, that old woman keeps pecking at wood. Keeps pecking.









