Zagmag

ડહોળું પાણી- ચોખ્ખું પાણી

By GS Team
24 Jul 20261 min read
ડહોળું પાણી- ચોખ્ખું પાણી

તથાગતે આનંદને કહ્યું - 'જા પાણી લઈ આવ પીવા માટેનું પાણી. ચોખ્ખું જોઈને લાવજે.'
આનંદ જળાશય તરફ ગયો પણ તેમાં હાથી નહાતો હતો. પાણી એવું ઉપરતળે થઈ ગયું હતું કે પીવાય નહિ. ડહોળું પાણી કંઈ પીવાના કામમાં આવે? હાથી ગયો, આનંદ ગયો.
પાણી લીધા વગર આવેલા આનંદને જોઈ ભગવાન તથાગત બુદ્ધે પૂછ્યું - 'પાણી ન મળ્યું?'
'મળ્યું.'
'તો લાવ્યો કેમ નહિ?'
'હાથીએ પાણી ડહોળી નાખ્યું હતું.'
'હાથી ગયો?'
'ગયો.'
'જા. ફરીથી જા.' ભગવાન કહે - 'હવે પાણી ચોખ્ખું હશે. પાણી જ્યારે ડહોળાય છે ત્યારે કામમાં આવતું નથી. પણ પાણીનો ગુણ છે. થોડી વારે તરત જ તેમાંની ધૂળ, રેતી, કાદવ નીચે બેસી જાય છે. ઉપર જે પાણી રહે છે તે ચોખ્ખું હોય છે. પશુ-પંખી બધાં એ જ પાણી પીએ છે અને આનંદ…!'
બુદ્ધે બોધ આપ્યો, 'જ્યારે પાણી ડહોળાયેલાં હોય ત્યારે રાહ જોવી. પાણીને ચોખ્ખું થતાં વાર લાગતી નથી. પાણીનો એ બોધ માનવ સ્વભાવ માટેય એટલો જ લાગુ પડે છે. મનમાં ક્રોધ આવે ત્યારે તો ખાસ?'