Vav - Tharad

વાવ-થરાદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના આંદોલન વચ્ચે યુવકની તબિયત લથડી, રામધૂન બોલાવી વિરોધ

By GS Team
19 Aug 20261 min read
TukuTouch Logo
વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે મોરીખા ગામના દલિત યુવક લખીરામના શંકાસ્પદ મોત મામલે ન્યાય મેળવવા દલિત સમાજ છેલ્લા 2 દિવસથી ધરણાં પર છે. આંદોલન દરમિયાન એક યુવકની તબિયત લથડતા 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયો હતો. સમાજના લોકોએ રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા દલિત સમાજ મક્કમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાવ-થરાદ કલેક્ટર કચેરીએ દલિત સમાજના આંદોલન વચ્ચે યુવકની તબિયત લથડી, રામધૂન બોલાવી વિરોધ

Vav Tharad Dalit Community Protest : વાવ-થરાદ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજ દ્વારા ચલાવવામાં આવી રહેલું ધરણાં પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું છે. મોરીખા ગામના મૃતક દલિત યુવક લખીરામના શંકાસ્પદ મોત મામલે ન્યાય મેળવવા માટે સમાજના લોકો છેલ્લા બે દિવસથી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. કલેક્ટર કચેરીએ જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા માટે સમાજના લોકો મક્કમ છે.

vlcsnap-2026-08-19-15h42m12s276.png

ધરણાં દરમિયાન દલિત યુવકની તબિયત બગડી, 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો

ધરણાં પ્રદર્શનના કાર્યક્રમ દરમિયાન મોડી રાત્રે એક દલિત યુવકની તબિયત અચાનક બગડી હતી. જેથી ત્યાં હાજર દલિત સમાજના કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને યુવકને વધુ સારવાર અર્થે રેફરલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. આંદોલનકારી યુવકની તબિયત લથડતાં સમાજના લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે અને આંદોલનની તીવ્રતા વધી ગઈ છે.

vlcsnap-2026-08-19-15h43m01s485.png

કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવી તંત્ર સામે નોંધાવ્યો અનોખો વિરોધ

મક્કમતા સાથે ધરણાં પર બેઠેલા દલિત સમાજના લોકોએ તંત્રને જગાડવા અને સદબુદ્ધિ આપવા માટે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં રામધૂન બોલાવવાનું શરૂ કર્યું હતું. આંદોલનકારીઓએ રામધૂન ગાઈને તંત્ર સામે ન્યાયની માગણી સાથે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વાવ-થરાદ તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય મળે તેવી સ્પષ્ટ માગ સાથે દલિત સમાજનો વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યો છે.

શું છે સમગ્ર વિવાદ કેમ દલિત સમાજ ધરણા કરી રહ્યો છે વાંચવા કરો ક્લિક

vlcsnap-2026-08-19-15h42m20s703.png