Vav - Tharad

ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું! વાવ-થરાદની દેથળી કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું, પાક બરબાદ થતાં આક્રોશ

By GS Team
15 Jul 20262 mins read
TukuTouch Logo
વાવ તાલુકાના દેથળી ગામની સીમમાં આવેલી ડોડગામ ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. કેનાલ તૂટતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું, જેના કારણે જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું છે. સ્થાનિકોએ હલકી ગુણવત્તાના કામનો આક્ષેપ કરી, તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું! વાવ-થરાદની દેથળી કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું, પાક બરબાદ થતાં આક્રોશ

Vav Tharad News: વાવ તાલુકાના દેથળી ગામની સીમમાં ડોડગામ ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેનાલ તૂટતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે, ત્યારે ખેડૂતોના પાકને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી અને વહેલીતકે યોગ્ય કામગીરી કરવાની માગ કરી છે.

વાવ-થરાદની દેથળી કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું

મળતી માહિતી મુજબ, વાવ દેથળી ગામની સીમમાં આવેલી કેનાલમાં 10 ફૂટથી પણ મોટું ગાબડું થયું છે. સ્થાનિકોના મતે, કેનાલ ઓવરફ્લો થવાથી તૂટી હતી અને કેનાલનું પાણી નજીકના ખેતરોમાં ધસી આવ્યા હતા. જેથી ખેડૂતોએ વાવેતર કરેલા જુવાર સહિતના પાક પર તેની અસર પડી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ દાવો કર્યો છે કે, 'હલકી ગુણવત્તાના કામને કારણે દર વર્ષે બેથી ત્રણ વખત કેનાલ તૂટી જાય છે.'

પાક બરબાદ થતાં ખેડૂતોમાં આક્રોશ

કેનાલ તૂટી જવાના મામલે નુકસાની વેઠતાં ખેડૂતે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, '10 દિવસમાં બીજી વખત કેનાલ તૂટી છે. અગાઉ મેં મગફળીનું વાવેતર કર્યું હતું. જો કે, કેનાલ તૂટતાં મગફળીનો પાક નિષ્ફળ રહ્યો અને મે જુવારનું વાવેતર કર્યું. પરંતુ ફરીથી કેનાલ તૂટી જતાં જુવારનો પાક પણ ફેલ રહ્યો છે. તંત્ર દ્વારા ખરાબ કામ કરવાથી વારંવાર આ પ્રકારે સમસ્યા સર્જાય છે. આ ગામ સહિત અન્ય ગામોમાં પણ પાણીની જરૂરિયાત છે, પરંતુ અહીં કેનાલમાં વારંવાર ગાબડાં પડવાથી આગળ પાણી પહોંચતું નથી. આ મામલે તંત્રમાં જણાવીએ તો કોઈ અધિકારી તસ્દી લેતા નથી. કેનાલ રિપેરિંગ કરવામાં હલકી ગુણવત્તાનો માલ ઉપયોગ કરવાથી વારંવાર આ ઘટના બની રહી છે.'