VIDEO| વાવ-થરાદ: માવસરી-બાખાસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ 2 કાર ઘૂસી જતાં એકનું મોત, 2 ઇજાગ્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mavsari-Bakhasar Road Accident Vav-Tharad: વાવ-થરાદ જિલ્લાના માવસરી-બાખાસર રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં સળગી ગયેલી ટ્રક પાછળ બે કાર ઘૂસી જતાં એક વ્યક્તિનુ કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ. આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. તંત્રની બેદરકારીના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો સ્થાનિકોએ આક્ષેપો કર્યો હતો.
માવસરી-બાખાસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, માવસરી-બાખાસર રોડ પરના અકસ્માતના બનાવના બરાબર એક દિવસ અગાઉ રાત્રિના સમયે મગફળીનું ભૂસુ ભરેલી એક ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આ પછી સળગી ગયેલી અને બિનવારસી હાલતમાં ટ્રક રોડ પર પડી રહી હતી.
ટ્રક પાછળ 2 કાર ઘૂસી જતાં એકનું મોત, 2 ઇજાગ્રસ્ત
આ દરમિયાન ગત 13 નવેમ્બરના રાત્રિના આશરે 10:30 કલાકના સુમારે પૂરઝડપે આવી રહેલી બે કાર ધડાકાભેર ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર શંકરા રામ ગણેશરામ દેવાસી(રહે. બોરલા, સેડવા, બાડમેર)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.




