Astro

વાંચો તમારું 14 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
14 Nov 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને જૂના સ્નેહીજનોને મળવાનો આનંદ થશે અને ધાર્મિક કાર્યોથી મનને પ્રસન્નતા મળશે. વૃષભ રાશિના લોકોને દિવસભર સુસ્તી અને બેચેનીનો અનુભવ થશે. મિથુન રાશિના જાતકો સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેશે, જ્યારે તુલા રાશિના લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. કુંભ રાશિના જાતકોના કામની કદર થશે, જેનાથી તેમને ઉત્સાહ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 14 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : જૂના સ્વજન- સ્નેહી, મિત્રવર્ગની મુલાકાત થવાથી આનંદ અનુભવો. ધર્મકાર્ય - શુભકાર્ય થવાથી હૃદય-મનની પ્રસન્નતા રહે.
વૃષભ : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબીયતની અસ્વસ્થતા જેવું લાગે. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મિથુન : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
સિંહ : આપની મહેનત અનુભવ આવડત બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં લાભ ફાયદો રહે.
કન્યા : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
તુલા : આપના કાર્યમાં ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. ધર્મકાર્ય શુભ કાર્ય થઇ શકે.
વૃશ્ચિક : આપના કામની સાથે કૌટુંબિક - પારિવારિક કામકાજ અંગે દોડધામ વ્યસ્તતા જણાય. કામનો ઉકેલ આવતા આનંદ રહે.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ લાવી શકો. રાજકીય સરકારી કામકાજ અંગે મિલન- મુલાકાત થઇ શકે. આનંદ રહે.
મકર : આપના કામમાં હરિફવર્ગ- ઇર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી અનુભવાય. સાસરીપક્ષે - મોસાળપક્ષે ચિંતાનું આવરણ આવી જાય.
કુંભ : આપના કામની કદર- પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર - સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. દોડધામ-શ્રમ જણાય.

  • અગ્નિદત્ત પદમનાભ