India

CM ભગવંત માનને આમંત્રણ, પાકિસ્તાન જશે? વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમને આશા છે કે દરેક...’

By GS Team
13 Nov 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાને પંજાબના CM ભગવંત માનને લાહોરમાં યોજાનાર 'વિશ્વ પંજાબી સંમેલન'માં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, અન્ય દેશો સાથેના સંબંધો અંગે ભારતની રાષ્ટ્રીય નીતિ છે અને સરકાર આશા રાખે છે કે દરેક વ્યક્તિ તેનું પાલન કરે. પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે ભારતનું વલણ સ્પષ્ટ હોવાનું પણ મંત્રાલયે જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

CM ભગવંત માનને આમંત્રણ, પાકિસ્તાન જશે? વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમને આશા છે કે દરેક...’

CM Bhagwant Mann Pakistan Invitation : પાકિસ્તાન દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લાહોરમાં યોજાનાર 'વિશ્વ પંજાબી સંમેલન'માં મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અન્ય દેશો સાથેના સંબંધો અંગે ભારતની એક ચોક્કસ રાષ્ટ્રીય નીતિ છે અને સરકાર આશા રાખે છે કે દરેક વ્યક્તિ તેનું પાલન કરે.

રાજકીય મંજૂરી અંગે વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી વિદેશ પ્રવાસે જનારા મહાનુભાવોને રાજકીય મંજૂરી આપવાનો સવાલ છે, તો વિદેશ મંત્રાલય પોતાની સંપૂર્ણ યોજના મુજબ તેનું આકલન કરે છે અને તેના આધારે જ આગળની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે.'

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતનું વલણ સ્પષ્ટ

રણધીર જયસ્વાલે વધુમાં ઉમેર્યું હતું કે, 'પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પ્રત્યે અમારું શું વલણ છે, તે દરેક માટે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ.' ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લઘુમતી બાબતોના મંત્રી રમેશ સિંહ અરોરાએ મુખ્યમંત્રી ભગવંત માન અને પંજાબ વિધાનસભાના સભ્યોને પાકિસ્તાન આવવા માટે ઔપચારિક અને મૌખિક આમંત્રણ આપ્યું છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ નિમંત્રણ પાકિસ્તાન પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ તરફથી પણ પાઠવવામાં આવ્યું છે.

પેરિસમાં FATFની બેઠકમાં ભારતે લીધો ભાગ

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અન્ય મહત્વની જાણકારી આપતા કહ્યું હતું કે, 'અમે પેરિસમાં આયોજિત ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની પૂર્ણ બેઠક અને કાર્યકારી જૂથની બેઠકોમાં ભાગ લીધો છે. FATF ગેરકાયદેસર ફંડિંગ સાથે જોડાયેલા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરે છે. અમે આ બેઠકોમાં એ ઉદ્દેશ્ય સાથે ભાગ લીધો હતો કે મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ અને વિનાશક હથિયારોના પ્રસાર માટે થતા ફંડિંગ જેવા મામલાઓને રોકતા વૈશ્વિક નેટવર્કને વધુ મજબૂત બનાવી શકાય.'

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટૂંક સમયમાં કોન્સ્યુલર વાર્તા

રણધીર જયસ્વાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાનાર આગામી કોન્સ્યુલર વાર્તા અંગે પણ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'બંને દેશો એક સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યલક્ષી સંબંધ ઈચ્છે છે. આ જ દિશામાં વેપાર, રેલવે, જળ સંસાધન અને સરહદ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં નક્કી કરાયેલી વ્યવસ્થાઓ હેઠળ અનેક પહેલ કરવામાં આવી છે અને બેઠકો યોજાઈ છે.'

પરસ્પર સહમતિથી નક્કી થશે આગામી વાર્તાની તારીખ

પ્રવક્તાએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'ભારત-બાંગ્લાદેશ કોન્સ્યુલર વાર્તાનો આગામી તબક્કો, જેમાં સુધારેલી મુસાફરી વ્યવસ્થાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે, તે પરસ્પર સહમતિથી નક્કી કરાયેલી સુવિધાજનક તારીખે યોજવામાં આવશે. ભારત આ વર્તમાન તંત્રોના માધ્યમથી, જેમાં ટેકનિકલ સ્તરનો પણ સમાવેશ થાય છે, બાંગ્લાદેશ સાથે તમામ બાબતો અને દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. કોન્સ્યુલર વાર્તા પરસ્પર સહમતિથી નક્કી કરાયેલી તારીખે જ આયોજિત કરાશે.'