Vav - Tharad

ગુજરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, ચાર કલાક પહેલા જીવન-મરણ પર અપલોડ કરેલી રીલ્સ વાઈરલ

By GS Team
17 Sep 20262 mins read
TukuTouch Logo
વાવ-થરાદ નજીક ભાભર પાસે હરિધામ ગૌશાળા પાસે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુનું કરુણ મોત નિપજ્યું છે. 1.8 મિલિયન ફોલોઅર્સ ધરાવતા ચંદનના નિધનથી ચાહકો અને પરિવાર શોકમાં ગરકાવ છે. અકસ્માતના 4 કલાક પહેલા જ તેમણે જીવન-મૃત્યુ પર રીલ્સ બનાવી હતી, જે હવે વાયરલ થઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડનું અકસ્માતમાં મોત, ચાર કલાક પહેલા જીવન-મરણ પર અપલોડ કરેલી રીલ્સ વાઈરલ

Social Media Influencer Chandan Rathod Dies in Accident: વાવ-થરાદના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ચંદન રાઠોડ ઉર્ફે ગુજ્જુ લવ ગુરુનું અકસ્માતમાં મોત થયું છે. ભાભર નજીક આવેલા હરિધામ ગૌશાળા પાસે બે બાઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચંદન રાઠોડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ તેમણે મૃત જાહેર કરતાં પરિવારજનો અને ચાહકો આઘાતમાં સરી પડ્યા છે.

યુવાનોના હ્રદયમાં આગવું સ્થાન બનાવ્યું હતું

ગુજ્જુ લવ ગુરુના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે. યુટ્યુબ પર 985K સબસ્ક્રાઈબર્સ છે. સામાન્ય પરિવારમાં જન્મેલા ચંદન રાઠોડે હાસ્યની સાથે લોકો અને સમાજને સાચી દિશા મળે તેવા સંદેશ આપતા વીડિયો માટે જાણીતા હતા. તેમણે લોકબોલી અને કોમેડી વીડિયોના જોરે યુવાનોના હ્રદયમાં તેમણે આગવું સ્થાન બનાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપરાંત ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ ચંદન રાઠોડે કામ કર્યું હતું.

અકસ્માતના ચાર કલાક પહેલા જ બનાવી હતી જીવન અને મોત પર રીલ્સ

ભાભર પાસે કરુણ અકસ્માત પહેલા તેમણે ઈન્સટાગ્રામ પર જીવન અને મોત પર રીલ્સ બનાવી હતી, અકસ્માતના ચાર કલાક પહેલા જ અપલોડ કરેલી તે રીલ્સમાં તેમણે કહ્યું હતું કે જેનો ભરોસો નથી તેનું નામ જિંદગી છે, અને જેનો 100 ટકા ભરોસો છે તેનું નામ મોત છે. આ રીલ્સ તેમણે કોમેડી અંદાજમાં રજૂ કરી હતી પણ ચાર કલાક બાદ તેમનું મોત થતાં તે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.