અમેરિકા ઈઝરાયેલને તબાહી કરનારા 40 હજાર પ્રચંડ બોમ્બ આપશે : રીપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- અમેરિકી જનતાના ટેક્ષથી ગાઝામાં વધુ લોહી વહેશે
- પહેલા પણ આવા બોમ્બ આપવામાં આવતા હતા, પરંતુ આ વખતે આટલી મોટી સંખ્યામાં પહેલીવાર તે અપાશે
નવી દિલ્હી : ગાઝામાં યુદ્ધ અવિરત ચાલી રહ્યું છે તેવે સમયે અમેરિકા-ઈઝરાયલને ૨૦૦૦ પાઉન્ડના પ્રચંડ બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યું છે. ૨.૮ અબજ ડોલર પેકેજમાં આશરે ૯૦૭ કીલો (૨૦૦૦ પાઉન્ડ) વજનના એમ.કે. ૮-૪ તથા બીએલયુ ૧૧૭ પ્રકારના બોમ્બ સામેલ છે. તેમાં ૨૦,૦૦૦ 'પેનેટ્રેટર' (અંદર ઘૂસી શકે તેવા) વોરહેડ પણ સામેલ છે.
આ એમ.કે. ૮૪ પશ્ચિમના સૌથી સબળ અને સૌથી વધુ ખાનાખરાબી કરે તેવા બોમ્બ પણ સામેલ છે. તે બોમ્બની ધાતુના ટુકડા સેંકડો ફીટ જઈ શકે છે. આ ટુકડાઓ પણ પ્રચંડ કોંક્રીટ ચીરી શકે તેવા હોય છે, ત્યાં માનવી તો તેની સામે ટકી જ કેવી રીતે શકે ? આ બોમ્બ એટલા પ્રબળ હોય છે કે, તેથી જમીનમાં ઊંડા ખાડા પડી જાય છે.
પહેલાં પણ ઈઝરાયલને આવા બોમ્બ આપવામાં આવ્યા હતા. ઈઝરાયલે લેબેનોનમાં તેનો પ્રયોગ કર્યો હતો. આથી હજારો નિર્દોષો માર્યા ગયા હતા, તેથી જો બાયડેન તે આપવા ઉપર રોક મુકી હતી. પરંતુ ટ્રમ્પ ફરીવાર સત્તા ઉપર આવતાં તેણે તે રોક દૂર કરી.
આ પેકેજ તેવે સમયે આપ્યું છે કે, ૭ ઓક્ટો. ૨૩ના દિવસે હમાસે કરેલા ઘાતક હુમલા પછી ઈઝરાયલે કરેલા પ્રચંડ વળતા પ્રહારો શરૂ કરી દીધા છે. ગાઝાપટ્ટીમાં તો ખાનાખરાબી થઈ ગઈ છે. ત્યાં લોકોને ખાવાના જ નહીં પીવાનાં પાણીની પણ તંગી પડી ગઈ છે. તે પછી અમેરિકાએ 'ફોરેન મિલિટરી ફાયનાન્સિંગ' નીચે ઈઝરાયલને હબ્બેસ લશ્કરી સહાય શરૂ કરી છે.
નિરીક્ષકોના મતે, અમેરિકા ગાઝાપટ્ટીમાંથી આરબો (હમાસ)ને નેસ્ત-નાબૂદ કરવા મથી રહ્યું છે. ૭-૧૦-૨૩ની ભૂલ આરબોને ભારે પડી છે.




