થરાદના રેફરલ ત્રણ રસ્તા પર ગમખ્વાર અકસ્માત, એક્ટિવા ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tharad Referral Char Rasta Accident : બનાસકાંઠા જિલ્લાના થરાદમાં રેફરલ ત્રણ રસ્તા પાસે દૂધવાહન અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચલાવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ભયાનક અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, થરાદના રેફરલ ત્રણ રસ્તા પાસે દૂધવાહન અને એક્ટિવા વચ્ચે ટક્કર થઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા પર સવાર બંને યુવકોને ઈજાઓ પહોંચી હતી. જેમાં એક્ટિવા ચલાવતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ, મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
અકસ્માત બાદ લોકોના ટોળેટોળા ઉમટ્યાં
થરાદના રેફરલ ત્રણ રસ્તા પાસે બનેલી આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. અકસ્માતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. જોકે, અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને તેમાં સંડોવાયેલા વાહનોની ટક્કર કેવી રીતે થઈ તે અંગેની વધુ વિગતો સામે આવી નથી. જો કે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.




