India

લંડનમાં જ્ઞાનેશ કુમારના વિરોધમાં ધ્રુવ રાઠી સાથે હજારો લોકો ઉમટ્યા, કહ્યું- આવો હવે અહીં રોકવા

By GS Team
17 Oct 20262 mins read
TukuTouch Logo
જાણીતા યૂટ્યુબર ધ્રુવ રાઠીએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે સરકાર અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજ્યું. ભારતમાં કાનૂની કાર્યવાહીનો સામનો કર્યા બાદ રાઠીએ લંડનમાં ભારતીય પ્રવાસીઓને એકઠા કરી, "વોટ ચોર, ગદ્દી છોડ" ના નારા લગાવ્યા. તેમણે દિલ્હી પોલીસને લંડન આવી પડકાર ફેંક્યો હતો, જ્યાં 90% થી વધુ લોકોનું સમર્થન મળ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

લંડનમાં જ્ઞાનેશ કુમારના વિરોધમાં ધ્રુવ રાઠી સાથે હજારો લોકો ઉમટ્યા, કહ્યું- આવો હવે અહીં રોકવા

Dhruv Rathee London Protest : જાણીતા યૂટ્યુબર ધ્રુવ રાઠીએ હવે આંતરરાષ્ટ્રીય મંચ પરથી સરકાર અને તંત્ર સામે આક્રમક મોરચો ખોલ્યો છે. ભારતમાં વિવાદો અને પોલીસ કાર્યવાહીનો સામનો કર્યા બાદ ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા છે, જ્યાં તેમના આહવાન પર લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ એકઠા થયા હતા અને જ્ઞાનેશ કુમાર તથા સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

દિલ્હીમાં અટકાયત બાદ લંડનમાં પ્રદર્શનનું આહવાન

અગાઉ દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનમાં જોડાવા ભારત આવેલા ધ્રુવ રાઠીની પોલીસે અટકાયત કરી હતી અને બાદમાં તેમને મુક્ત કર્યા હતા. ભારતમાં નાગરિકતા વિવાદ તથા જૂના માનહાનિ કેસમાં કાનૂની સમનનો સામનો કર્યા બાદ ધ્રુવ રાઠીએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બપોરે 12 વાગ્યે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે પ્રદર્શન કરવાની અપીલ કરી હતી.

દિલ્હી પોલીસને લંડન આવવા ફેંક્યો ખુલ્લો પડકાર

આ પ્રદર્શન દરમિયાન લંડનમાં ઉપસ્થિત ભારતીયોને સંબોધતા ધ્રુવ રાઠીએ કહ્યું કે, ‘આખી દુનિયામાં તમારો ડંકો વાગી રહ્યો છે. તેમણે અભિજિત દીપકેને રોકી દીધા. આ લોકોએ મને દિલ્હીમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો. તો મેં વિચાર્યું કે ક્યાં ક્યાં રોકશો? આવી જાઓ લંડનમાં, દિલ્હી પોલીસ! ક્યાં છે દિલ્હી પોલીસ? મને તો અહીં દેખાતી નથી… કોઈ અંધભક્ત પણ નથી દેખાઈ રહ્યો… તે લોકોને હું બતાવવા માંગીશ કે અહીં જોઈ લો, 90 ટકાથી વધુ લોકો આપણને સપોર્ટ કરે છે અને સમગ્ર દેશમાં પણ આ જ સ્થિતિ છે!’

સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી સાધ્યું નિશાન

આ વિરોધ પ્રદર્શનનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતા ધ્રુવ રાઠીએ લખ્યું કે, ‘લંડનમાં વસતા તમામ ભારતીયો તરફથી એક સંદેશ: વોટ ચોર, ગદ્દી છોડ.’ આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.