Valsad

વાપી: અવધ હેલિકોનિયા ટાઉનશિપમાં ઝેરી ગેસ લીકેજની મોટી દુર્ઘટના ટળી, પાણી પૂરવઠો પૂર્વવત કરાયો

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
વલસાડના વાપીમાં કોલક નદીના પૂરથી ટુંકવાડાની 'અવધ હેલિકોનિયા ટાઉનશિપ'ના 1000થી વધુ બંગલા પાણીમાં ગરકાવ થયા. પૂરના પાણી પાણીની ટાંકીમાં ભળતા ઝેરી ગેસ બન્યો. આરતી ઇન્ડસ્ટ્રીઝની સેફ્ટી ટીમે જીવના જોખમે ટાંકીમાં ઉતરી ઝેરી ગેસનો નાશ કર્યો. આ સાહસિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી અને પીવાના પાણીનો પુરવઠો સુરક્ષિત બન્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપી: અવધ હેલિકોનિયા ટાઉનશિપમાં ઝેરી ગેસ લીકેજની મોટી દુર્ઘટના ટળી, પાણી પૂરવઠો પૂર્વવત કરાયો

Vapi News: તાજેતરમાં વલસાડ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ અને પૂરના કારણે કોલક નદી કિનારે આવેલો વાપીનો ટુંકવાડા વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો. આ જળપ્રલયમાં ટુંકવાડા સ્થિત 'અવધ હેલિકોનિયા ટાઉનશિપ'ના એક હજારથી વધુ બંગલાઓ પહેલા માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરના કારણે વિસ્તારમાં વીજળી, પાણી અને ખોરાક જેવી પ્રાથમિક સુવિધાઓ ખોરવાઈ ગઈ હતી.

દરમિયાન, ટાઉનશિપના એક હજારથી વધુ ઘરોને પીવાનું પાણી પૂરું પાડતી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં એક ગંભીર સંકટ સર્જાયું હતું. ટાંકીમાં પાણી શુદ્ધિકરણ માટે રાખવામાં આવેલા કેમિકલ કમ્પાઉન્ડ 'ટ્રાયક્લોરોઆઈસોસાયન્યુરિક એસિડ' સાથે પૂરના પાણીનો સંપર્ક થતાં જ હાઈડ્રોલિસિસની રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.

જીવલેણ વાયુઓનું ઉત્સર્જન

આ રાસાયણિક પ્રક્રિયાના કારણે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ક્લોરિન અને સાયનોજન ક્લોરાઈડ જેવા અત્યંત ઝેરી, વિનાશક અને માનવ શ્વસનતંત્ર તેમજ ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેવા ગેસનું મોટા પ્રમાણમાં ઉત્સર્જન થવા લાગ્યું હતું. જો આ ગેસ વાતાવરણમાં ફેલાયો હોત તો મોટી જાનહાની થવાની શક્યતા હતી.

સેફ્ટી ટીમનું સાહસિક ઓપરેશન

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાપીની જાણીતી કેમિકલ કંપની આરતી ઈન્ડસ્ટ્રીઝની સેફ્ટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સેફ્ટી ટીમના સભ્યોએ પોતાના જીવના જોખમે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ઉતરીને જટિલ અને સાહસિક ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે ઝેરી વાયુઓના ઉત્સર્જનને સફળતાપૂર્વક કાબૂમાં લઈ તેનો સંપૂર્ણ નાશ કર્યો હતો.

આ સફળ કામગીરીના પરિણામે એક મોટી દુર્ઘટના ટળી હતી અને ટાઉનશિપના ૧,૦૦૦થી વધુ બંગલાઓમાં પીવાનો પાણી પુરવઠો સુરક્ષિત રીતે પૂર્વવત કરી શકાયો છે. સ્થાનિક રહીશોએ કોઈ પણ જાતની ફરિયાદ વિના ધીરજપૂર્વક રાહતકાર્યમાં સહયોગ આપ્યો હતો અને સેફ્ટી ટીમની કામગીરીને બિરદાવી હતી.