Valsad

વાપીમાં પોલો એપ થકી દમણના યુવાનનો સંપર્ક કરી લૂંટ અને હત્યાના ગુનામાં 1 ઝડપાયો, 3 ફરાર

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
વાપીના ચંડોર નજીકથી 6 દિવસ પહેલા મળી આવેલી દમણના વેદપ્રકાશ તિવારીની લાશ હત્યા કરાયેલી હોવાનું ખુલ્યું છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસથી એક આરોપી રાજીવ સાવને પકડ્યો છે. રાજીવે અન્ય 3 સાગરિતો સાથે મળી વેદપ્રકાશને બાઈક પર બોલાવી, સમલૈંગિક ક્રિયા દરમિયાન ઘડિયાળ અને મોબાઈલ લૂંટી જીવલેણ હુમલો કરી લાશ ડુંગર પર ફેંકી દીધી હતી. અન્ય ફરાર આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાપીમાં પોલો એપ થકી દમણના યુવાનનો સંપર્ક કરી લૂંટ અને હત્યાના ગુનામાં 1 ઝડપાયો, 3 ફરાર

Daman Youth Robbery And Murder Case Vapi: વલસાડના વાપીના ચંડોર વિસ્તારમાં નદી કિનારે ડુંગર પરથી દમણના યુવાનની 6 દિવસ અગાઉ ભેદી સંજોગોમાં લાશ મળી આવ્યા બાદ હત્યા થઈ હોવાનું ખુંલ્યું હતું. આ કેસમાં પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને કડીના આધારે ગેંગના એક સાગરિતની ધરપકડ કરી છે. આરોપી મૃતકને બાઇક પર લઇ ગયા બાદ ખુલ્લા કોતરમાં સમલૈંગિક ક્રિયા શરૂ થતા જ અન્ય ત્રણ સાગરિતો પહોંચી ઘડિયાળ અને મોબાઇલ લૂંટી જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી લાશને ડુંગર પર ત્યજી દીધી હતી.

શું હતી સમગ્ર ઘટના?

પોલીસ ફરિયાદ અનુસાર, વાપીના ચંડોર ગામે દમણની હદને અડીને આવેલી નદી કિનારે ડુંગર પરથી ગત 24 નવેમ્બર 206ના રોજ એક યુવાનની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા લોકો એકત્રિત થયા બાદ વાપી ટાઉન પોલીસ દોડી ગઇ હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતકની ઓળખ વેદપ્રકાશ રામસિયા તિવારી (ઉં.વ.42, રહે. ડાભેલ, દમણ) તરીકે થઇ હતી. પી.એમ. રિપોર્ટમાં હત્યા કરાઇ હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે, મૃતક ગત 22 નવેમ્બરના રોજ રાત્રે ફોન પર વાત કરતા કરતા ઘરેથી નિકળ્યા બાદ ગાયબ થતાં પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી.

હત્યાના ગુનામાં વાપી ટાઉન પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને મળેલી બાતમીના આધારે રાજીવ મુરારી સાવ (રહે.સાંઇ તૃપ્તિ રેસીડન્સી, નામધા, વાપી)ની અટક કરી સઘન પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી બહાર આવતા પોલીસ પણ ચોકી ગઈ હતી. જેમાં રાજીવ મુરારીએ અન્ય ત્રણ સાગરિતો સાથે મળી લૂંટ કરી હત્યા કરી અને પુરાવાનો નાશ કરવા લાશ ડુંગર પર ત્યજી દીધી હતી.

ત્રણ ફરાર આરોપીની ધરપકડ કરવા તજવીજ

આરોપી રાજીવે મૃતકનો પોલો એપથી સંપર્ક કર્યા બાદ ગત 22 નવેમ્બરના રોજ બાઇક પર વેદપ્રકાશને બેસાડી ચંડોર ખાતે ખુલ્લા કોતરમાં લઈ ગયો હતો. બાદમાં રાજીવે વેદપ્રકાશ સાથે સમલૈંગિક પ્રક્રિયા શરૂ થતાં જ પ્લાન મુજબ અન્ય ત્રણ સાગરિતો પહોંચી ધાકધમકી આપી ઘડિયાળ અને મોબાઇલ લૂંટી જીવલેણ હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતું. બાદમાં આરોપીઓએ ગુનાને છુપાવવા અને અને મોતને કુદરતી ખપાવવા લાશને ડુંગર પર ત્યજી ભાગી ગયા એવી કબુલાત કરી છે. પોલીસે આ ગુનામાં અન્ય ફરાર ત્રણ આરોપીની ધરપકડ કરવા તજવીજ આદરી છે.

image.png