'વૈભવી' વ્યવહાર ન થવો જોઈએ..', વૈભવ સૂર્યવંશી અને તેના પરિવારને સુનિલ ગાવસ્કરે આપી સોનેરી સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunil Gavaskar on Vaibhav Suryavanshi: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વૈભવ સૂર્યવંશીની સતત વધતી લોકપ્રિયતા પર વાત કરી છે અને ગાવસ્કરે વૈભવના પરિવારજનોને સલાહ પણ આપી છે. ગાવસ્કરે વૈભવ વિશે કહ્યું કે, 15 વર્ષના આ ખેલાડીએ પોતાની રમત પર સંપૂર્ણ ધ્યાન આપતું રહેવું જોઈએ અને તેના પરિવારજનોએ હંમેશા તેને એક સામાન્ય પરિવારનો સભ્ય સમજવો જોઈએ.
'પરિવાર તેની સાથે વૈભવની જેમ વ્યવહાર કરે'
સુનિલ ગાવસ્કરે વૈભવ સૂર્યવંશીના પરિવારને સલાહ આપતા કહ્યું, મારા મત મુજબ ખૂબ જ મહત્વનું છે કે વૈભવની આ સફળતાને પરિવાર કેવી રીતે જુએ છે. હું ઈચ્છું છું કે તેનો પરિવાર તેની સાથે 'વૈભવ' ની જેમ વ્યવહાર કરે, 'વૈભવ સૂર્યવંશી' ની જેમ નહીં, કારણ કે વૈભવને 'વૈભવ સૂર્યવંશી' ની જેમ જોવામાં આવે તો પછી પરેશાની થશે. તેને પરિવારના એક સામાન્ય સભ્ય તરીકે જોવા જોઈએ, જેવું સચિન તેંડુલકર સાથે થયું હતું.
'સચિન પણ 15-16 વર્ષની ઉંમરમાં સુપરસ્ટાર બન્યો'
ગાવસ્કરે કહ્યું, સચિનને તેના પરિવારજનોએ પરિવારના સભ્ય તરીકે જ જોયો. સચિનના પરિવારજનોએ તેની સાથે સામાન્ય વ્યવહાર કર્યો. સચિન પણ 15-16 વર્ષની ઉંમરમાં સુપરસ્ટાર બની ગયો હતો. સમગ્ર દેશ 'સચિન-સચિન' કરી રહ્યો હતો. પરંતુ સચિનના પરિવારે તેને ગ્રાઉન્ડેડ રાખ્યો. હું વૈભવ માટે પણ એટલું જ કહીશ કે તેના પરિવારે પણ તેને બને તેટલો સામાન્ય પરિવારનો સભ્ય માનવો જોઈએ અને તેની સાથે સામાન્ય વ્યવહાર કરવામાં આવે.
'સંપૂર્ણ ધ્યાન રમત પર જ આપવું પડશે'
પૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું, જુઓ તેના મિત્રો બનશે, નવા મિત્રો બનશે. બ્રાન્ડ-ડીલ્સ આવશે, કોન્ટ્રેક્ટ આવશે. આ બધું આવશે. આ બધામાં કંઈ ખોટું નથી. પરંતુ તેને સમજવું પડશે કે તેની સાથે જે કંઈ થઈ રહ્યું છે તે તેની રમતના કારણે થઈ રહ્યું છે. એટલા માટે તેણે સતત પોતાની રમત સુધારતી રહેવી જોઈએ અને સંપૂર્ણ ધ્યાન રમત પર જ આપવું પડશે.




