Rajkot

રાજકોટના ટેક્નોલોજી નિષ્ણાતની ગગનચુંબી સિદ્ધિ, 400 કિ.મી. ઊંચે 28000 ની ઝડપે ફરતા સ્પેશ સ્ટેશનનો સીધો રેડિયો સંપર્ક

By GS Team
28 Nov 20262 mins read
TukuTouch Logo
રાજકોટના ટેકનોલોજી નિષ્ણાત રાજેશ વાગાડિયા 28 અને 29 નવેમ્બરે મેંગલુરુ ખાતે યોજાનાર હેમફેસ્ટ ઈન્ડિયા-2026માં એક અનોખો પ્રયોગ કરશે. તેઓ પૃથ્વીથી 400 કિલોમીટરની ઊંચાઈએ 28,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરતા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) સાથે સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરીને જીવંત નિદર્શન કરશે. આ સાથે, રશિયન ઉપગ્રહ UMX-1 દ્વારા લેવાયેલી તસવીરો પણ મેળવીને દર્શાવશે, જે ટેકનોલોજી પ્રેમીઓ માટે એક અદભૂત અનુભવ હશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટના ટેક્નોલોજી નિષ્ણાતની ગગનચુંબી સિદ્ધિ, 400 કિ.મી. ઊંચે 28000 ની ઝડપે ફરતા સ્પેશ સ્ટેશનનો સીધો રેડિયો સંપર્ક
FROM GEMINI

Rajkot Expert ISS Radio Contact: અવકાશમાં પૃથ્વીથી આશરે 400 કિલોમીટરની ઊંચાઈએ કલાકના 28,000 કિલોમીટરની ઝડપે ફરી રહેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે રાજકોટના એક ટેકનોલોજી નિષ્ણાત સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરીને તેનું જીવંત નિદર્શન કરશે.

સ્પેસ સ્ટેશનનો સીધો રેડિયો સંપર્ક

રાજકોટના હેમ રેડિયો અને સેટેલાઈટ કમ્યુનિકેશન નિષ્ણાત રાજેશ વાગાડિયાને કર્ણાટકના મેંગલુરુ ખાતે તા. 28 અને 29 નવેમ્બરે યોજાનાર દેશના પ્રતિષ્ઠિત હેમફેસ્ટ ઈન્ડિયા-2026માં વિશેષ જવાબદારી સોંપાઈ છે. જેમાં તેઓ દેશભરના હેમ રેડિયો ઓપરેટરો, અવકાશપ્રેમી, ટેકનોલોજી નિષ્ણાતો સમક્ષ અવકાશી સંચારની લાઈવ ટેકનોલોજી રજૂ કરશે. આ સાથે રશિયન ઉપગ્રહ યુએમએક્સ-1એ લીધેલી તસવીરો પણ મેળવીને બતાવશે. આ પ્રયોગ માટે રાજકોટથી પોતાનું સંપૂર્ણ પોર્ટેબલ સેટેલાઈટ સ્ટેશન મેંગલુરુ લઈ ગયા છે. તેમાં હેન્ડહેલ્ડ રેડિયો, ટ્રાન્સસીવર, વિશેષ એન્ટેના, સેટેલાઈટ ટ્રેકિંગ વ્યવસ્થા સામેલ છે.

દુનિયાભરના હેમ રેડિયો ઓપરેટરો જવાબ આપશે!

હેમફેસ્ટ ઈન્ડિયા-2026ના લાઈવ સેટેલાઈટ નિદર્શન માટે ભારત અને વિદેશના હેમ રેડિયો ઓપરેટરોને પણ જોડાવા આમંત્રણ અપાયું છે. જેમાં રાજકોટના નિષ્ણાત રાજેશ વાગાડિયા કોલસાઈનથી સંપર્ક માટે સિગ્નલ આપશે અને દુનિયાભરના ઓપરેટરો જવાબ આપશે. સફળ પુષ્ટિ કરનારા ઓપરેટરોને વિશેષ ક્યુએસએલ કાર્ડ પણ અપાશે.

એન્ટેનાની દિશા અને રેડિયો ફ્રિકવન્સીનું સચોટ નિયંત્રણ

પૃથ્વીથી 400 કિમી ઊંચે પરિભ્રમણ કરતા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે રાજકોટના ટેકનોક્રેટ સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરશે, જેમાં દર કલાકના 28 હજાર કિમીની ઝડપે ફરતા અવકાશ મથક સાથે સંપર્ક કરવા એન્ટેનાની દિશા અને રેડિયો ફ્રિકવન્સીનું સચોટ નિયંત્રણ જરૂરી બનશે. આ પ્રયોગનું નિદર્શન દેશભરના નિષ્ણાતો સામે કરાશે.

રશિયન ઉપગ્રહ દર 94 મિનિટે પૃથ્વીનું એક ચક્કર કાપે છે!

રશિયન ઉપગ્રહ પૃથ્વીથી આશરે 491 થી 506 કિમીની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. તે દર 94.6 મિનિટે પૃથ્વીનું એક ચક્કર પૂર્ણ કરે છે. તેની ગતિ પ્રતિ સેકન્ડ આશરે 7.61 કિમી છે. એટલે કે કલાકના આશરે 27,400 કિમીની ઝડપે અવકાશમાં દોડતા આ ઉપગ્રહમાંથી તસવીરો મેળવવી એ પણ ટેકનીકલ પડકાર છે.