Astro

વાંચો તમારું 29 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
29 Nov 20261 min read
TukuTouch Logo
આજનું રાશિફળ જણાવે છે કે મેષ રાશિના જાતકોને ઘર-પરિવારની ચિંતા રહેશે, જ્યારે વૃષભ રાશિને સહકાર્યકરોનો સાથ મળશે. કન્યા રાશિને સીઝનલ ધંધામાં લાભ થશે. ધન રાશિના જાતકોને તબિયતની અસ્વસ્થતા જણાશે. મીન રાશિના જાતકો પોતાની આવડતથી કામ પાર પાડશે. અગ્નિદત્ત પદમનાભ દ્વારા આ રાશિફળ અપાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 29 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપને હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે. ખર્ચ જણાય.
વૃષભ : અડોશ-પડોશના કામકાજ અંગે આપના વ્યસ્તતા જણાય. આપના કામમાં સહકાર્યકરવર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
મિથુન : સીઝનલ ધંધામાં ઘરાકી આવી જાય. કૌટુંબિક-પારિવારીક કામ અંગે દોડધામશ્રમ રહે. કામનો ઉકેલ આવતાં રાહત જણાય.
કર્ક : આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. આનંદ રહે.
સિંહ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. સીઝનલ ધંધામાં તકલીફ રહે. સાસરીપક્ષ-મોસાળપક્ષની ચિંતા અનુભવાય.
કન્યા : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય.
તુલા : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ રહ્યા કરે.
વૃશ્ચિક : જૂના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
ધન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
મકર : સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. મુલાકાત થઈ શકે.
કુંભ : આપના ગ્રાહકવર્ગનું આપે ધ્યાન રાખવું પડે. તેમને તોડવાના પ્રયાસ થાય. વાહન ચલાવતી વખતે ઉતાવળ કરવી નહીં.
મીન : આપની બુદ્ધિ-અનુભવ-આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં લાભ રહે.

  • અગ્નિદત્ત પદમનાભ