Valsad

વલસાડના ડૉ. ભૈરવી જોષીને આંતરરાષ્ટ્રીય સન્માન: સાયકલિંગ મૂવમેન્ટમાં યોગદાન બદલ 'વર્લ્ડ બાઇસિકલ ડે 2026' ઍવૉર્ડથી નવાજાયા

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
વલસાડના ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને સાયકલિંગ અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટમાં યોગદાન બદલ નવી દિલ્હીમાં 'વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઑફ એક્સેલન્સ 2026' એનાયત કરાયો. કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 30 ઑગસ્ટ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ આપ્યો. ડૉ. ભૈરવી જોષી 'BYCS ઇન્ડિયા'ના ડિરેક્ટર અને CEO તરીકે 56થી વધુ શહેરોમાં સાયકલિંગ નેટવર્ક વિસ્તારી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વલસાડના ડૉ. ભૈરવી જોષીને આંતરરાષ્ટ્રીય સન્માન: સાયકલિંગ મૂવમેન્ટમાં યોગદાન બદલ 'વર્લ્ડ બાઇસિકલ ડે 2026' ઍવૉર્ડથી નવાજાયા

Dr Bhairavi Joshi Valsad International Award : વલસાડના ડેન્ટિસ્ટ ડૉ. ભૈરવી જોષીને ભારતમાં સાયકલિંગ મૂવમેન્ટને નવી ઊંચાઈઓ પર પહોંચાડવા અને સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી ખાતે 30 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલા ‘બીઆરઆઇસીએસ (BRICS) સન્ડે ઓન સાયકલ’ કાર્યક્રમમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાના હસ્તે ડૉ. ભૈરવી જોષીને આ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ યુનાઇટેડ નેશન્સ (UN) વર્લ્ડ બાઇસિકલ ડેના સ્થાપક ડૉ. લેઝેક સિબિલ્સ્કી દ્વારા આપવામાં આવે છે.

BYCS ઇન્ડિયા દ્વારા 56થી વધુ શહેરોમાં સાયકલિંગ નેટવર્ક વિસ્તર્યું

ભારતને 'સાયકલિંગ નેશન' બનાવવાના વિઝન સાથે ડૉ. ભૈરવી જોષીએ 2021માં 'BYCS ગ્લોબલ, એમ્સ્ટર્ડમ'ના સહયોગથી 'BYCS ઇન્ડિયા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી હતી. હાલમાં તેઓ આ સંસ્થાના ડિરેક્ટર અને સીઈઓ તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેમના સમર્થ નેતૃત્વ હેઠળ 'બાઇસિકલ મેયર નેટવર્ક' દેશના 56થી વધુ શહેરો સુધી વિસ્તર્યું છે. તેમનું કાર્ય માત્ર સાયકલિંગ પૂરતું સીમિત ન રહેતાં હવે એક્ટિવ મોબિલિટી, પબ્લિક હેલ્થ, બાળકોની સેફ્ટી, વુમન સાયકલિંગ, રોડ સેફ્ટી અને પર્યાવરણને અનુકૂળ શહેરી વિકાસ જેવા મહત્ત્વના ક્ષેત્રો સુધી પહોંચ્યું છે.

Accident (42).jpg

નેશનલ સ્તરની કમિટીઓમાં યોગદાન અને પુસ્તકોનું લેખન

ડૉ. ભૈરવી જોષી કેન્દ્ર સરકારના 'ફિટ ઇન્ડિયા મિશન'ના એડવાઇઝર તેમજ 'સાયકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા'ની ડેવલપમેન્ટ કમિટીના સક્રિય સભ્ય છે. તેઓ રાષ્ટ્રીય સ્તરના 'ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ' અભિયાન સાથે પણ જોડાયેલા છે. મિનિસ્ટ્રી ઑફ હાઉસિંગ ઍન્ડ અર્બન અફેર્સના 'સ્માર્ટ સિટી મિશન' હેઠળ તેમની આગેવાનીમાં ‘સાઇકલ2સ્કૂલ’ પાઇલટ પ્રોજેક્ટ સુરતમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમણે બાળકો અને સસ્ટેનેબલ સિટીઝમાં સાયકલિંગની ભૂમિકા પર ‘સાયકલિંગ, ચિલ્ડ્રન એન્ડ સિટીઝ’ અને ‘રોડ ટુ સાઇકલ2સ્કૂલ’ નામના બે પુસ્તકો પણ લખ્યા છે, જેનું વિમોચન વર્લ્ડ બાઇસિકલ ડે 2025 પર કરવામાં આવ્યું હતું.

થાણેના બાઇસિકલ મેયર પણ સન્માનિત

આ જ કાર્યક્રમમાં ડૉ. ભૈરવી જોષીના માર્ગદર્શન હેઠળ કાર્યરત થાણેના બાઇસિકલ મેયર ચિરાગ શાહને પણ સાયકલિંગ પ્રોમોશન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી બદલ ‘વર્લ્ડ બાઇસિકલ ડે સર્ટિફિકેટ ઑફ એક્સેલન્સ 2026’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.