ઉમરગામની યુવતી પર દુષ્કર્મ કરી બિભત્સ ફોટા વાઈરલ કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi: ઉમરગામ વિસ્તારમાં રહેતી યુવતિ સાથે દુષ્કર્મ કરી બિભત્સ ફોટા વાઈરલ કરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે ગંભીર બની નરાધમ આરોપીને બેંગ્લોરથી પકડી પાડયો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ ઉમરગામ ખાતે રહેતા પરિવારની 20 વર્ષીય કામીની અને મૂળ યુ.પી.નો વતની અને હાલ બેંગ્લોર ફૂડ એન્ડ રેસ્ટોરન્ટમાં કામ કરતા સોનુકુમાર ધુરન ઉત્તીમલાલ સાહ સાથે ઓળખાણ થયા બાદ મિત્રતા પ્રેમસંબમાં પરિણમી હતી. બાદમાં બન્ને એકબીજા સાથે વાતચીત કરતા હતા.
સોનુકુમાર સમયાંતર કામીનીને મળવા ઉમરગામ આવ્યો હતો. તે વેળા હોટલમાં ગયા ત્યારે શારિરીક શોષણ કર્યુ હતું. બાદમાં બન્ને વચ્ચે મન દુ:ખ થયું હતું. સોનુકુમાર કામીનીને ધાકધમકી આપતા હતો. હવસખોરે પોતાની હદ વટાવી કામીની સાથે અંગત પળોના બિભત્સ ફોટા કામીની, તેના પિતા અને સબંધીને મોકલી સોશિયલ મિડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી.
આખરે કામીનીના પરિવારે પોલીસનું શરણું લેતા ગત તા.20-08-26ના આરોપી સામે ગુનો નોંધાયો હતો. આ ગંભીર ઘટનામાં પી.આઇ.એચ.ટી.તુવર અને ટીમે આરોપીને પકડવા ટેકનિકલ એનાલીસીસ અને કડીના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે માહીતિના આધારે બેંગ્લોર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આરોપી સોનુકુમારને પકડી પાડી ઉમરગામ લવાયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.









