સેલવાસમાં કોલેજીયન યુવતિની છેડતી કરનારને બે કલાકમાં દબોચી લીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi News : સેલવાસ સ્થિત જીએનએલયુ કોલેજની વિદ્યાર્થિની સાથે યુવાને છેડતી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કામવાસનામાં ચકચુર યુવાનને પકડી પાડયો હતો. પોલીસે આરોપીને જાહેર માર્ગ પર વરઘોડો કાઢી શહેરમાં ફેરવવામાં આવ્યો હતો.
સેલવાસ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (જીએનએલયુ) કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાથીની નમો હોસ્પિટલ નજીક આવેલા મેડિકલ સ્ટોરમાં ખરીદી માટે ગઈ હતી. તે દરમિયાન ઉમેશ યાદવ (ઉં.વ.30, રહે. બાવીસા ફળિયા, સેલવાસ) નામના શખ્સે વિદ્યાથીનીની છેડતી કરી હતી. ઘટના બનતા જ પીડિત વિદ્યાથીનીએ તાત્કાલિક 112 ઈમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માગી હતી.
માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાથીની પાસેથી વિગતો મેળવીને માત્ર બે કલાકની અંદર જ આરોપી ઉમેશ યાદવને ઝડપી પાડયો હતો. આરોપીમાં કાયદાનો ડર રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા ઉમેશ યાદવનો જાહેર માર્ગ પર વરઘોડો કાઢી આખા શહેરમાં ફેરવવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









