દમણના ભૈયા જેટી કિનારે સાત વર્ષીય બાળકી તણાતા બચાવી લીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vapi: દમણના જેટી કિનારે આજે શનિવારે વાપીના ભડકમોરા ખાતે રહેતું પરપ્રાંતિય પરિવાર ગયું હતું. તે વેળા પરિવારની સાત વર્ષીય બાળકી પાણીમાં રમતા રમતા અચાનક પાણી પ્રચંડ મોઝા વચ્ચે તણાતા ભારે દોડધામ મચી ગઇ હતી. કિનારે તહેનાત લાઇફગાર્ડે સમયસૂચકતા વાપરી પાણીમાં કુદી બાળકીને મોતના મુખમાંથી બચાવી લીધી હતી. દમણના દરિયામાં આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવવા છતાં લોકોમાં જાગૃતતાનો અભાવ જોખમી બની શકે છે.
સંઘપ્રદેશ દમણના નાની દમણ ભૈયા જેટી ખાતે નિવારે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહેતો એક પરપ્રાંતીય પરિવાર દમણની સહેલગાહે આવ્યો હતો. જ્યાં પરિવારની એક સાત વર્ષીય બાળકી અન્ય બાળકો સાથે પાણીમાં રમતી હતી. અચાનક જોરદાર મોજા સાથે પાણીના પ્રવાહમાં તે અંદર ખેંચાઈ જતાં ડૂબવા લાગી હતી. આ દરમિયાન કિનારે તૈનાત લાઈફગાર્ડ સૂજલ માંગેલાએ આ દ્રશ્યો જોતાં તુરંત ડૂબી રહેલી બાળકીને બચાવવા દરિયામાં છલાંગ લગાવી હતી. એટલું જ નહી પણ જીવના જોખમે પાણીમાં પહોંચી બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી.
પરિવારના સભ્યોએ દીકરીને હેમખેમ બચાવી લાવવા બદલ ભગવાનની સાથે લાઈફગાર્ડ સૂજલનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દમણના દરિયામાં ન્હાવા અને તેની અંદર જવા અને કિનારે સેલ્ફી લેવા પર પ્રશાસને પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં જાગૃતતાના અભાવે પર્યટકો આદેશનો ભંગ કર દરિયામાં ઉતરી રહ્યા છે તે જીવલેણ સાબિત થઇ શકે તેમ છે. પ્રસાશન પણ ગંભીર બની આદેશનો ભંગ કરાનારા સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. અગાઉ પણ દમણ દરિયામાં ન્હાવા પડેલા તરૂણો અને બચાવી લેવાયાના કિસસા પ્રકાશમાં આવ્યા હતા.




