app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વાપીના બલીઠામાં સ્કૂલ બસે બાઈકને અડફટે લેતા બે ભાઈઓના મોત

Updated: Apr 12th, 2023


વાપી, તા. 12 એપ્રિલ 2023, બુધવાર

વાપીના બલીઠા ગામની સીમમાં આજે બુધવારે બપોરે સ્કૂલ બસ ચાલકને બાઈકને અડફટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર બે સગા ભાઈ બસના પાછળના ટાયરમાં દબાઈ જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજયા હતા. ઘટનાને પગલે પરીવાર અને ગામલોકોમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી.

વાપીના બલીઠા ગામે રહેતો વિશાલ રણછોડભાઈ ભરવાડ (ઉ.વ.૧૬) અને તેનો ભાઈ જય રણછોડભાઈ ભરવાડ (ઉ.વ.૬) આજે બુધવારે બપોરે ઘરેથી બજાજ ડિસ્કવર મોટર સાયકલ (નં.જીજે-૧૫-એસએસ-૩૨૪૧) પર બજારમાં જવા નીકળ્યા હતા. તે દરમિયાન બલીઠા દાડીવાડ રોડ પર ચલા સ્વામીનારાયણ ગુરૃકુળની સ્કૂલ બસ (નં.જીજે-૧૫-એટી-૮૩૧૫)ના ચાલકે બાઈકને અડફટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. બંને ભાઈઓ બસના પાછળના ટાયરમાં આવી જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા હતા.


અકસ્માતને પગલે લોકો દોડી ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બંને મૃતકભાઈઓની લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી દીધી હતી. બનાવ અંગે પોલીસે બસ ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. એક જ પરિવારના બે ભાઈઓના અકમાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયો હતો. સાથે ગામમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી.

Gujarat