Sports

અભિષેક કે તિલક નહીં... આ 2 બોલર્સે ભારતને અપાવ્યો ગોલ્ડ, પાકિસ્તાનના જડબામાંથી જીત આંચકી લીધી!

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
એશિયન ગેમ્સ-2026માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 19 રનથી હરાવી ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. અભિષેક શર્મા અને તિલક વર્માની અડધી સદીઓથી ભારતે 211 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન 192 રન જ કરી શક્યું. શિવમ દુબેએ ખતરનાક ભાગીદારી તોડી, જ્યારે બુમરાહની સચોટ બોલિંગે પાકિસ્તાનને દબાણમાં લાવી દીધું.

Summarized by AI; it may make mistakes. Check important info

અભિષેક કે તિલક નહીં... આ 2 બોલર્સે ભારતને અપાવ્યો ગોલ્ડ, પાકિસ્તાનના જડબામાંથી જીત આંચકી લીધી!

India Vs Pakistan Asian Games 2026 : એશિયન ગેમ્સ-2026માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલ મુકાબલામાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 19 રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં અભિષેક શર્મા અને તિલક વર્માની શાનદાર અડધી સદીઓની મદદથી ભારતે પ્રથમ બેટિંગ કરતાં 211 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જોકે, પાકિસ્તાનની ટીમ હસન નવાઝની 96 રનની લડાયક ઇનિંગ છતાં 192 રન જ બનાવી શકી હતી. આ વિજયમાં બેટ્સમેનો ઉપરાંત ભારતીય બોલરોની સખત બોલિંગે સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

શિવમ દુબેએ તોડી ખતરનાક પાર્ટનરશિપ

પાકિસ્તાન તરફથી સેમ અયૂબ અને હસન નવાઝ ખૂબ જ ઝડપથી સ્કોર આગળ વધારી રહ્યો હતો અને 13મી તેમજ 14મી ઓવરમાં તેણે 29 રન ફટકારી દીધા હતા. આ જોખમી બનતી જોડીને રોકવા માટે કૅપ્ટન શ્રેયસ ઐયરે 15મી ઓવરમાં શિવમ દુબેને બોલિંગ સોંપીને મોટો દાવ રમ્યો હતો. દુબેએ પોતાના સ્પેલના પહેલા જ બોલ પર સેમ અયૂબને 29 રને આઉટ કર્યો હતો. અયૂબ અને નવાઝ વચ્ચે થયેલી 87 રનની ભાગીદારી તૂટતાં જ ભારતીય ટીમ માટે મેચમાં વાપસીના રસ્તા ખુલી ગયા હતા.

જસપ્રીત બુમરાહની જોરદાર 19મી ઓવર

સેમ અયૂબ આઉટ થયા પછી પણ હસન નવાઝ ક્રીઝ પર ટકેલો હોવાથી છેલ્લી 12 બોલમાં 44 રન બની શકે તેમ હતા. આવી તણાવપૂર્ણ સ્થિતિમાં અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહે 19મી ઓવર નાખી અને માત્ર 11 રન આપીને પાકિસ્તાનને દબાણમાં લાવી દીધું હતું. આ સચોટ બોલિંગના કારણે પાકિસ્તાનને અંતિમ 6 બોલમાં જીતવા માટે 33 રનની અશક્ય જેવી જરૂરિયાત ઊભી થઈ હતી.

છેલ્લી ઓવરમાં ભારતનો વિજય પાકો

મેચની અંતિમ ઓવર ફેંકવાની જવાબદારી ફરીથી શિવમ દુબેને સોંપાઈ હતી. તેણે આ ઓવરમાં ખૂબ જ નિયંત્રિત બોલિંગ કરીને ફક્ત 13 રન જ આપ્યા હતા. આ સાથે જ ભારતે 19 રનથી મેચ જીતી લીધી અને એશિયન ગેમ્સનો સુવર્ણ ચંદ્રક પોતાના નામે અંકિત કર્યો હતો.