Valsad

પારડીના કોલકનો કિસ્સો: અન્યની જમીન પોતાની બતાવી માતા-પુત્ર તાથે રૂ. 12.44 લાખની છેતરપિંડી કરાઈ

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
પારડીના કોલક ગામે વિમલ પટેલે દુકાનદાર રોહન કેણી અને તેમની માતાને પોતાની માલિકીનો ન હોવા છતાં, સ્વામીનારાયણ મંદિર પાસેનો પ્લોટ પોતાનો કહી વેચાણ કરાર કર્યો હતો. તેણે 12.44 લાખ રૂપિયા ઓનલાઈન મેળવી દસ્તાવેજ ન કરતા છેતરપિંડી આચરી હતી. સરકારી કચેરીમાં તપાસ કરતા પ્લોટ અન્યના નામે હોવાનું ખુલ્યું. રોહન કેણીએ પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પારડીના કોલકનો કિસ્સો: અન્યની જમીન પોતાની બતાવી માતા-પુત્ર તાથે રૂ. 12.44 લાખની છેતરપિંડી કરાઈ

Pardi: પારડી તાલુકાના કોલક ગામે બીજાની માલિકીનો પ્લોટ પોતાનો હોવાનું જણાવી વેચાણ કરાર કરી એક દુકાનદાર અને તેની માતા પાસેથી રૂ.12.44 લાખની રકમ મેળવી દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી કરાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દુકાનદારે દસ્તાવેજ નહી કરી આપતા સરકારી કચેરીમાં તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો.

પારડીના કોલક ગામે તળાવ ફળિયામાં રહેતા અને કલસર ગામે અર્થવ સુપર સ્ટોર ચલાવતા રોહન જગદીશભાઈ કેણીની દુકાન પર વિમલ સુમનભાઈ પટેલ (રહે.કલસર, પારડી) અવર નવર આવતા હોવાથી ઓળખાણ થઈ હતી. જાન્યુઆરી 2025માં રોહાન કેણી અને માતાએ દુકાન માટે પ્લોટની જરૂરિયાત હોવાનું જણાવતા પોતે જમીન લે-વેચનો ધંધો કરતો હોવાનું કહી કોલક ગામમાં સ્વામીનારાયણ મંદિર પાસે આવેલો પ્લોટ પોતાની સ્વતંત્ર માલિકીનો હોવાનું જણાવ્યું હતું. બંને વચ્ચે વાટાઘાટો થયા બાદ રૂ.12 લાખમાં સોદો નકકી થયો હતો.

વિમલ પટેલે નોટરી સમક્ષ કરાર બનાવી જમીનના બાના પેટે અને દસ્તાવેજ કરવાના નામે રોહન કેણી અને ચાતા સુચિતામેન પાસેથી સમયાંતરે કુલ રૂ.12.44 લાખ ઓનલાઈન મેળવ્યા હતા. નાણાં ચૂકવ્યા બાદ પણ વિમલ પટેલે પ્લોટનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો. વારંવાર વાતચીત કરવા છતાં કોઈ દાદ નહીં મળતા રોહન કેણીને શંકા જતાં તેણે સરકારી કચેરીમાં તપાસ કરાવતા આ પ્લોટ ગિરધર મનુભાઈ ડોબરીયાના નામે નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. રોહન કેણીને વિમલને નાણાં પરત આપવા જણાવ્યું હતું. ચારચાર નાણા આપવા માંગણી કરતા વિમલે ઝઘડો કરી હવે પછી પૈસા માંગશે તો તમારા ઘરમાં ઘુસીને તમને દેખાડી દઈશ એવી ધમકી આપી એ. આખરે રોહન કેણીએ પારડી પોલીસમાં વિમલ પટેલ સામે ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી છે.