World
ઈરાનનું 90% ઓઇલ પ્રોસેસ કરતાં ખાર્ગ ટાપુ નજીક ઓઇલ ટેન્કર પર 4 અમેરિકન મિસાઇલો ત્રાટકી, પ્રચંડ ધડાકા સંભળાયા
By GS Team
5 Sep 20261 min read
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકર્યું છે. ઈરાનના 90% ઓઇલ પ્રોસેસ કરતાં મહત્ત્વપૂર્ણ ખાર્ગ ટાપુ નજીક એક ઓઇલ ટેન્કર પર અમેરિકાએ મિસાઇલ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, અમેરિકાએ 4 મિસાઇલો ઝીંકીને ઓઇલ ટેન્કરને નિશાન બનાવ્યું હતું, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્કે આ હુમલાની પુષ્ટિ કરી છે.
00:00
00:23
Summarized by AI; it may make mistakes. Check important info

Iran and USA War Updates : અમેરિકા અને ઇરાન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વકરતું જાય છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ઈરાન માટે 90% ઓઇલ પ્રોસેસ કરતાં મહત્ત્વપૂર્ણ ખાર્ગ ટાપુ નજીક એક ઓઇલ ટેન્કર પર અમેરિકા દ્વારા મિસાઇલ હુમલો કરાયાની માહિતી સામે આવી છે.
એક, બે નહીં ચાર-ચાર મિસાઇલો ત્રાટકી…
આ વખતે અમેરિકા દ્વારા મોટો હુમલો કરાયાની માહિતી સામે આવી રહી છે. ઓઇલથી ભરપૂર ઈરાની ખાર્ગ ટાપુ નજીકથી નીકળેલા ઓઇલ ટેન્કરને નિશાન બનાવતા અમેરિકાએ એક-બે નહીં પણ ચાર-ચાર મિસાઇલો ઝીંકી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઈરાનના સ્ટુડન્ટ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી હતી.