વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક હોવાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા મ્યુનિ.કોર્પોરેશનની કથળતી આર્થિક સ્થિતિને લઈને હવે સવાલો ઊભા થયા છે.
વોર્ડ નંબર એકના કોંગી મહિલા કાઉન્સિલરે મ્યુનિ.કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવાયું છે કે મ્યુનિ.કોર્પોરેશનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની માહિતી મળી રહી છે. કોર્પોરેશન, પોતાના કર્મચારીઓના પગાર નિયમિત રીતે ચૂકવવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. કોર્પોરેશન પાસે માત્ર બે માસ સુધી કર્મચારીઓના પગાર ચૂકવી શકાય તેટલું જ ભંડોળ હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર પટાવાળા સહિતના કર્મચારીઓને પૂરા પાડતી એજન્સીઓને સમયસર નાણાં ચૂકવવામાં નહી આવતા કર્મચારીઓને બે-બે મહિને પગાર મળતો હોવાની ફરિયાદો મળી રહી છે.
મ્યુનિ.કોર્પોરેશનની વર્તમાન આર્થિક સ્થિતિ અંગે 'શ્વેત પત્ર' જાહેર કરવવા માગ કરાઈ છે, જેથી શહેરના નાગરિકોેને વાસ્તવિક આર્થિક પરિસ્થિતિની જાણકારી મળી શકે.




