દિવાળીએ રહેમાનની જ બે ફિલ્મો બોક્સ ઓફિસ પર સામસામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : આ દિવાળીમાં બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની ફિલ્મ 'રામાયણ', એ.આર.રહેમાનની 'મૂનવોક' અને સુરિયા ૪૭ની ટક્કર જોવા મળશે.
રસપ્રદ બાબત એ છે કે એ.આર. રહેમાને 'રામાયણ'માં સંગીત આપ્યું છે અને હવે તે 'મૂનવોક' ફિલ્મમાં એન્ગ્રી યંગ ફિલ્મ ડાયરેક્ટરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં પ્રભુદેવાએ બાબુટ્ટી નામના કોરિયાગ્રાફરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં યોગી બાબુએ સોળ વિવિધ ભૂમિકાઓ ભજવી છે.
'મૂનવોક' ફિલ્મના ત્રણ ગીત રજૂ થઇ ચૂક્યા છે જેને દર્શકોનો સારો આવકાર મળ્યો છે. હવે એઆર રહેમાન અને પ્રભુદેવાનું ચોથું ગીત ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ કોમેડી ફ્લ્મિ દ્વારા રહેમાન પહેલીવાર એક્ટિંગ ક્ષેત્રમાં પગ મુકશે. 'મૂનવોક' ફિલ્મ તમિલ તેલુગુ અને હિન્દીમાં એકસાથે દિવાળી પર રજૂ કરવામાં આવશે.
'મૂનવોક' ફિલ્મનું નિર્દેશન મનોજ એનએસે કર્યું છે.




