પ્રતાપનગરથી ટાંડારોડ સ્ટેશન સુધી ટ્રેનો દોડશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

છોટાઉદેપુરથી મધ્યપ્રદેશના ધાર સુધીની કુલ ૧૫૭ કિલોમીટર નવી રેલવે લાઇનથી ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે સીધુ જોડાણ થશે.
પશ્વિમ રેલવેના વડોદરા વિભાગમાં છોટાઉદેપુર-ધાર નવી રેલવે પરિયોજના હેઠળ ડેકાકુંડથી ટાંડારોડ સ્ટેશન સુધી ૧૬ કિલોમીટર નવી રેલવે લાઇનનું નિર્માણ કરાયું છે. રૃા.૩૩૪ કરોડના ખર્ચે જોબટ- ટાંડારોડ વચ્ચે ૨૮ કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનનું કામ પૂર્ણ થયું છે. ૭૨.૩ કિલોમીટર રેલવે લાઇન મધ્યપ્રદેશમાં આવે છે. આ રેલવે માર્ગ છોટાઉદેપુર, અલીરાજપુર અને ધાર જિલ્લાઓમાંથી પસાર થશે. ધાર જિલ્લામાં પરિયોજનાની આશરે ૬૮ કિલોમીટર લંબાઈ રહેશે. પરિયોજનાની કુલ કિંમત રૃા.૧,૪૪૭.૨૬ કરોડ છે અને તેને ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.




