Valsad

ધરમપુરના ગુંડિયા મૂળ ગામે કૂવામાં દીપડી ખાબકતા લોકોમાં ભયનો માહોલ

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
વલસાડના ધરમપુર તાલુકાના ગુંડિયા મૂળ ગામે શુક્રવારે મોડી રાત્રે એક દોઢથી બે વર્ષની દીપડી રહેણાંક વિસ્તારમાં કૂવામાં ખાબકી હતી. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા, પંગારબારી વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી. વનકર્મીઓએ ભારે જહેમત અને સાવચેતીપૂર્વક દીપડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બહાર કાઢી હતી. હાલ દીપડીનું મેડિકલ ચેકઅપ કરાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધરમપુરના ગુંડિયા મૂળ ગામે કૂવામાં દીપડી ખાબકતા લોકોમાં ભયનો માહોલ

Valsad: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગુંડિયા મૂળ ગામે રહેણાંક વિસ્તારમાં ગત શુક્રવારે મોડી રાત્રે એક દીપડી અચાનક કૂવામાં ખાબકી હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે ધરમપુરના પંગારબારી વન વિભાગને ત્વરિત જાણ કરવામાં આવતાં રેસ્ક્યુ ટીમ જરૂરી સાધન-સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે ભારે જહેમત બાદ દોઢથી બે વર્ષિય દીપડીનું રેસ્ક્યુ કર્યું હતું.

ધરમપુરના ગુંડિયા મૂળ ગામે ગત શુક્રવારે મોડીરાત્રે દીપડી રહેણાંક વિસ્તારમાં પહોંચી ગઇ હતી. બાદમાં અચાનક દીપડી કુવામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતા ગામના સરપંચ, આગેવાનો સહિત લોકો દોડી ગયા હતા. બનાવની વાત વાયુવેગે ફેલાઇ જતા લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ધરમપુરના પંગારબારી વન વિભાગને જાણ થતા અધિકારી અને ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. કૂવામાં પડેલો દીપડી ખૂબ જ ગભરાયેલી સ્થિતિમાં હોવાથી વન કર્મચારીઓએ કામગીરી દરમિયાન ખાસ તકેદારી અને સાવચેતી રાખી હતી.

દીપડાને કોઈ ઈજા ન થાય અને કામગીરી પણ સુરક્ષિત રીતે પૂરી થાય તે માટે કર્મચારીઓએ કૂવામાં ઉતર્યા વિના જ તેને બહાર કાઢવાની વ્યૂહરચના બનાવી હતી. વન વિભાગની ટીમના સતત પ્રયાસો બાદ આખરે દોઢથી બે વર્ષિય દીપડીનું રેસ્ક્યુ કરી સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. કૂવામાં દીપડી ખાબકી હોવાની અને વન વિભાગ દ્વારા ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની જાણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. વન વિભાગે દીપડીનું પશુચિકિત્સકની મદદથી મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. રિપોર્ટ બાદ દીપડીને જગંલ સુરક્ષિત રીતે દોડી દેવાશે.